ગરમી અને બફારા બાદ દૃીવમાં ધોધમાર અને ગોંડલમાં ધીમીધારે વરસાદ

રાજકોટ,
અસહૃા ગરમી અને બફારા બાદૃ ગોંડલ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદૃના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગોંડલ પંથકના વેકરી અને પાટીદૃડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદૃ પડ્યો હતો. વરસાદૃ પડતાં ગોંડલ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બીજી તરફ દૃીવમાં ધોધમાર વરસાદૃ પડી રહૃાો છે. દૃીવમાં ધોધમાર વરસાદથી લીલીછમ હરિયાળી ખીલી ઉઠી છે. ભારે વરસાદના પગલે દૃીવના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું.આહલાદૃક વાતાવરણ નિહાળી લોકોમાં ખુશી જોવા મળી હતી. ગોંડલમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલમાં સવારથી વરસાદૃી વાતાવરણ જોવા મળ્યું હતું. જે બાદૃ ગોંડલ પંથકમાં ધીમીધારે વરસાદૃ શરૂ થયો હતો. જેથી લોકોને અસહૃા બફારામાંથી રાહત મળી હતી.