ગરીબીના આધારે અનામત મળે, બ્રાહ્મણોની સ્થિતિ જોઈને દૃુ:ખી છું: કંગના

કંગના રનૌત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. હાલમાં જ કંગનાના કઝિન ભાઈ કરનના લગ્ન યોજાયા હતા. ત્યારબાદ કંગનાના સગા ભાઈ અક્ષતના પણ લગ્ન લેવાશે. જોકે, આ દરમિયાન કંગનાએ ફરી એકવાર જાતિવાદ પર ટ્વીટ કરીને વિવાદ સર્જ્યો છે. આ પહેલા કંગનાએ ઓગસ્ટ મહિનામાં જાતિવાદ વિરુદ્ધ વાત કરી હતી.
કંગનાએ પોતાની ટ્વીટમાં કહૃાું હતું, ’દૃેશમાં કોઈ પણ જાતિના આધારે નહીં પરંતુ ગરીબીને ધ્યાનમાં રાખીને અનામત આપવી જોઈએ. મને ખ્યાલ છે કે રાજપૂત ઘણી જ ખરાબ સ્થિતિમાં છે, પરંતુ જ્યારે બ્રાહ્મણોની સ્થિતિ અંગે વાંચુ છું તો ઘણું જ દૃુ:ખ થાય છે.
કંગનાએ ૨૩ ઓગસ્ટના રોજ ટ્વીટ કરીને કહૃાું હતું, ’આધુનિક ભારતીયોએ જાતિગત વ્યવસ્થાનો અસ્વીકાર કર્યો છે. નાના શહેરોમાં પણ દરેક લોકોને ખ્યાલ છે કે આ કાનૂન-વ્યવસ્થા બિલકુલ સ્વીકાર્ય નથી. જોકે, કેટલાંક લોકોને માટે આ ખુશીની વાત છે. માત્ર આપણું બંધારણ અનામતને માને છે. આને જવા દો. આ અંગે સાથે મળીને વાત કરીએ.