ગરીબ ખેડૂતો માટે સરકાર બનાવી રહી છે નવા ૧૦ હજાર FPO

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહૃાું છે કે તેલીબિયાંમાં આયાત નિર્ભરતા ઘટાડવા માટે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ઓઇલ પામ મિશન શરૂ કરવામાં આવ્યું છે. દૃેશમાં ૨૮ લાખ હેક્ટર જમીન ઓઇલ પામની ખેતી માટે યોગ્ય છે. ઉત્તરપૂર્વમાં વધુ અનુકૂળતા છે. ગામડે ગામડે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે એક લાખ કરોડ રૂપિયાના એગ્રી ઈન્ફ્રા ફંડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલન, મત્સ્યોદ્યોગ, ઔષધીય ખેતી માટે વિશેષ પેકેજની પણ જોગવાઈ કરવામાં આવી છે. નરેન્દ્ર િંસહ તોમરે આ વાત વર્ચ્યુઅલ રીતે એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા દ્વારા કૃષિ ઉત્પાદકતા વધારવા માટે એડવાન્સ્ડ સીડ્સ એન્ડ એગ્રીકલ્ચરલ મટિરિયલ ઈન્ટીગ્રેશન વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં કહી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર આપણા દૃેશની કરોડરજ્જુ છે અને આપણા ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ અર્થતંત્રમાં એટલી શક્તિ છે કે દૃેશ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી ટકી શકે છે. કોવિડ રોગચાળા દરમિયાન ભારતીય કૃષિ ક્ષેત્રે આ બતાવ્યું છે. ભારત સરકારે દૃેશના ૮૦૦ મિલિયન લોકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડી, સાથે સાથે મિત્ર દૃેશોને પણ મદદ કરી. આજે આપણે મોટાભાગના કૃષિ ઉત્પાદનોના સંદર્ભમાં વિશ્ર્વમાં પ્રથમ અથવા બીજા સ્થાને છીએ. આમ છતાં કૃષિ ક્ષેત્ર સામે કેટલાક પડકારો છે. ખેતીને અદ્યતન ખેતીમાં રૂપાંતરિત કરવા માટે આ દિશામાં કામ કરવાની જરૂર છે, ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ અને તેનું સાતત્ય જળવાઈ રહેવુ જોઈએ. નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર જેટલું મજબૂત અને વધુ નફાકારક હશે તેટલો દૃેશ મજબૂત બનશે. ખેતી સામેના પડકારો પર વિચાર કરવાની જરૂર છે. તમામ પ્રકારની સાનુકૂળ પરિસ્થિતિઓ પછી પણ ખેતીનું ક્ષેત્રફળ અને તેનો નફો-નુકસાન પ્રકૃતિ પર ઘણો આધાર રાખે છે. લોકોમાં ખેતી પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવ વધવો જોઈએ. આવનારી પેઢી માટે ખેતીને આકર્ષક બનાવવા અને ખેતી માટે ખેડુતોને રોકવા માટે વધુ કામ કરવાની જરૂર છે. તેમણે કહૃાું કે સરકાર, ખેડૂતો અને બજાર વચ્ચેનું અંતર ઘટાડવા, ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા, અન્યોની દખલગીરી દૃૂર કરવા માટે કામ કરી રહી છે. તેમણે કહૃાું કે દૃેશમાં નાના ખેડૂતોની સંખ્યા વધુ છે, જેમની પાસે ઓછો વાવેતર વિસ્તાર છે અને જેની પાસે રોકાણ માટે પૈસા નથી, આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ૧૦ હજાર નવા હ્લર્ઁં બનાવી રહી છે. જેના માટે ૬,૮૬૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને નાના ખેડૂતોને ઉમેરવામાં આવી રહૃાા છે. કૃષિ મંત્રીએ કહૃાું કે સરકારનો પ્રયાસ છે કે ખેડૂતો જૂથ ખેતી કરે, જેથી ઈનપુટ્સનો ખર્ચ ઘટાડી શકાય, ઉત્પાદન ગુણવત્તામાં સુધારો થઈ શકે, નાના ખેડૂતો મોંઘા પાક તરફ જઈ શકે અને ઉપજના ભાવ જાતે મેળવી શકે. આ માટે સરકારે ગેરંટી વગર ૨ કરોડ રૂપિયા સુધીની લોનની વ્યવસ્થા પણ કરી છે. નરેન્દ્રસિંહ તોમરે કહૃાું કે ભારત સરકાર ડિજિટલ એગ્રીકલ્ચર મિશન પર પણ કામ કરી રહી છે. જે ખેડૂતો, બેંકો અને અન્ય સંસ્થાઓને જોડશે. પાકનો અંદૃાજ અને માહિતી એકત્ર કરવામાં આવશે અને નુકસાનનું મૂલ્યાંકન ટેકનોલોજી વડે કરવામાં આવશે. મેિંપગ એવી રીતે કરવામાં આવશે કે રાજ્ય સરકારો દ્વારા દૃેશભરના ખેડૂતોને સલાહ આપવામાં આવે કે ક્યાં અને કોનો વપરાશ છે, તો આટલું ઉત્પાદન કરીને નફો મેળવી શકાય છે. આના કારણે કોઈ અરાજકતા નહીં થાય, કોઈ નુકસાન પણ નહીં થાય. આ સાથે જ કૃષિ મંત્રીએ કહૃાું કે સરકારે કુદરતી ખેતી પર પણ ભાર મૂક્યો છે, આપણે સૌએ આ દિશામાં આગળ વધીને કામ કરવાની જરૂર છે.