ગળાની સર્જરી માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકાને હોસ્પિટલમાં દાખલ કરાયા

ટીવી જગતના સૌથી લોકપ્રિય કાર્યક્રમો પૈકીના એક ‘તારક મહેતા કા ઉલતા ચશ્મામાં થોડા દિવસોથી નટુ કાકા જોવા મળ્યા નથી. તેમના ચાહકો તેને શોમાં યાદ કરી રહૃાાં છે. પહેલા લોકડાઉનને કારણે શોનું શૂિંટગ અટકી ગયું હતું, ત્યારબાદ સરકારે ૬૦ વર્ષથી વધુ ઉંમરના કલાકારોના શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે નટુ કાકા દૃેખાયા ન હતા. હવે જયારે સરકારે શૂટિંગ કરવાની મંજૂરી આપી છે ત્યારે નટુ કાકા બીમાર થઈ ગયા છે.
શોમાં નટુ કાકાની ભૂમિકા ભજવનારા અભિનેતા ઘનશ્યામ નાયક બીમાર છે અને ગળામાં દૃુખાવો છે. રિપોર્ટ અનુસાર ઘનશ્યામ નાયક હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયત થોડા દિવસોથી સારી ન હતી તેમ જાણવા મળ્યું છે અને ગળાની સર્જરી પણ રવિવારના રોજ થવાની છે. આ સર્જરી બાદ અભિનેતા થોડા દિવસો માટે આરામ કરશે અને ત્યરબાદ તે શોના સેટ શૂટિંગ પર પરત ફરશે.
શૂટિંગ શરૂ થયા પહેલા પણ ઘણી વાર અભિનેતાએ વહેલી તકે શૂટિંગ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેણે શૂટિંગમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની પરવાનગી મેળવ્યા બાદ ખુશી પણ વ્યક્ત કરી હતી. અભિનેતાના બીમાર થવાના સમાચાર બાદ સોશિયલ મીડિયા પર લોકો તેને ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા કરી રહૃાા છે. સોશિયલ મીડિયા પર લોકો મજાક કરી રહૃાા છે કે હવે જેઠાલાલે તેની પગારમાં વધારો કરવો જોઇએ.