ગહના પર લાગ્યો અભિનેત્રીઓને કામની લાલચે પોર્ન વિડીયો કરાવવાનો આરોપ

અભિનેત્રી અને મોડેલ ગહના વશિષ્ઠ પર સામૂહિક દુષ્કર્મ અને ખોટા ઇરાદા સાથે કેદ કરવાનો આરોપ લાગ્યો છે. તાજેતરમાં ગહના પોર્ન વીડિયો શૂટ કરવાને લઇને તેની ધરપકડ થઇ ચુકી છે. મળતી માહિતી અનુસાર, પોલીસે ગહના વશિષ્ઠ સહિત ત્રણ લોકો વિરુદ્દ રેપ, મહિલાઓવા શીલ તોડવા અને અશ્ર્લીલ હરકતોની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગહના પર આરોપ છે કે તે સ્ટ્રગલ કરી રહેલી અભિનેત્રીઓને કામની લાલચ આપી પોર્ન વીડિયો શૂટ કરાવતી હતી. કામના બદલામાં દરેક ફિલ્મ માટે ૧૫-૨૦ હજાર રૂપિયા આપતી હતી. તાજેતરમાં જ મોડલે ગહના વસિષ્ઠ અને ત્રણ અન્ય લોકોને એક વીડિયો શૂટ દરમિયાન સેક્શુઅલ એક્ટમાં બળજબરીથી સામેલ કરવાનો આરોપ મૂક્યો હતો અને તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જો કે, જ્યારે મોડેલના આક્ષેપોને ખોટા ગણાવી ગહનાના વકીલે સ્પષ્ટતા કરી હતી કે તેમણે માટે ઇરોટિક વીડિયો બનાવ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગેહનાએ કથિત રૂપે ૮૭ પોર્નોગ્રાફી વીડિયો શૂટ કર્યા છે, જેને તેણે પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યા છે. તેમને જોવા માટે, પેઇડ સબ્સ્ક્રિપ્શનની જરૂર પડે છે., જેનો ચાર્જ ૨૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.તમે જણાવી દઇએ કે ગહના વશિષ્ઠને ૬ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને ૭ ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ૧૦ ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. ૩૨ વર્ષની ગહના સ્ટારપ્લસના શો બહેનેમાં લીડ રોલમાં નજરે પડી હતી. તેણે રોબોટિક સાયન્સમાં એન્જિનિયિંરગનો અભ્યાસ કર્યો હતો. તેણે ૨૦૧૨ માં મિસ એશિયા બિકિની હરીફાઈ જીતી હતી.