ગાંધીધામ સંકુલમાં આપઘાત કરવાનાં બનાવો દિન-પ્રતિદિન વધી રહૃાાં છે. ત્યારે શહેરનાં ચાવલા ચોક વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઉપરોક્ત બનાવની મળતી પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં ચાવલા ચોક વિસ્તારમાં રહેતા એક વેપારીની પુત્રીએ સવારે ગળફાંસો ખાઈ પોતાનું જીવ ટુંકાવ્યો હતો. આ બનાવનાં પગલે યુવતીનાં પરીવારનાં સદસ્યો તેમજ વેપારીઓએ એ-ડીવીઝન પોલીસ મથકનાં પી.આઈ એ.બી.પટેલને રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરી હતી. પરીવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, આદિપુરના ફર્નીચરના વેપારીના પુત્રે તેમની પુત્રીને ત્રાસ આપતો હતો. જેના કારણે તેમની પુત્રીએ આ અંતિમ પગલો ભર્યો હતો. પરીવારજનોએ વધુમાં આક્ષેપ કરતાં કહૃાુ હતુ કે, આ વેપારી પુત્ર પરિણીત તેમજ એક સંતાનનો પિતા છે. પોતાની પત્નીને મુકી અમારી પુત્રીને લગ્નની લાલચ આપતો અને માનસિક ત્રાસ આપતો હતો. પોલીસે યુવતીનો મોબાઈલ ફોન લઈ અને સ્થળ પંચનામો કરી તપાસ ધરી કડક કાર્યવાહી કરવા પરીવારજનોને આશ્ર્વાસન આપ્યો છે. આ બનાવ બનતા ગાંધીધામનાં મોટો ગજાનાં વેપારીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને મામલાને શાંત પાડવા પ્રયાસો કર્યા હતા.