ગાંધીનગર ગિટ સીટી પાસે બનશે દૃેશ-દૃુનિયાનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ

આજે વડાપ્રધાને ૬૮ મી મન કી બાતમાં કરી તેમાં સૌથી મહત્વનો મુદ્દો દૃેશના બાળકો માટે સ્વદૃેશી રમકડાં બનાવવાનો અને વૈશ્વિક રમકડાં બજારમાં ભાગીદારી વધારવાનો હતો. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે એક નિર્ણય લઈને સ્વદૃેશી રમકડાં માટે ઘણા નિર્ણયો લીધા છે. જેમાં સ્વદૃેશી રમકડાં બાજરને પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યારે, ગુજરાતમાં નિર્માણ થવા જઈ રહૃાું છે વિશ્વનું સૌથી મોટું બાળ ભવન. બાલભવન પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે ગાંધીનગર ગિટ સિટી પાસે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી દીધી છે.
બાલભવન માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને જમીન આપવામાં આવી છે. ગિટ સીટી પાસે શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે ૩૦ એકર જમીન ફાળવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૧૫૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને ૫ વર્ષના ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ બાળભવનનું મુખ્ય આકર્ષણ બનશે અહીં નિર્માણ પામનાર ટોયઝ મ્યુઝિયમ.
આ મ્યુઝિયમમાં દૃેશના ખૂણે ખૂણેથી લવાયેલા પ્રાચીન અને આધુનિક ૧૧ લાખથી પણ વધારે રમકડાં પ્રદર્શનમાં મુકાશે. ભારતમાં થયેલા વૈજ્ઞાનિકો, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, ઈવીએમ મશીન, ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંઓના માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે સંસ્કાર આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે.