ગાબામાં કાંગારૂઓ પરાસ્ત: ભારતનો ઐતિહાસિક વિજય, ટેસ્ટ સિરિઝ ૨-૧થી જીતી

  • ૩૩ વર્ષ બાદ ગાબાના મેદાનમાં ભારતના ખેલાડીઓએ તિરંગો લહેરાવ્યો

 

ભારતે ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાયેલી ટેસ્ટ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી છે. ઋષભ પંતે જોશ હેઝલવુડના બોલ પર ફોર ફટકારીને ભારતને એક ઐતિહાસિક જીત અપાવી છે. આ રીતે ભારતે સતત ત્રીજી વખત બોર્ડર ગાવસ્કર સીરિઝ પર કબજો જમાવી દીધો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમે વિજયવાવટા ફરકાવ્યા છે. ભારતે ૨-૧થી આ સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારતને જીત અપાવનાર રીષભ પંત મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સિરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર પેટ કમિન્સને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

ઋષભ પંતે ૮૯ રન બનાવીને અણનમ રહૃાો હતો. ૩૨ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનના મેદાન પર હારી ગયું છે. બ્રિસ્બેનના ગાબા મેદાન પર ઓસ્ટ્રેલિયા છેલ્લા ૩૨ વર્ષથી કોઈ ટેસ્ટ મેચ હાર્યું નથી. ૯૬.૬ ઓવરમાં જોશ હેઝલવુડની બોલિંગમાં ફોર ફટકારીને પંતે ભારતીય ક્રિકેટ ટીમને ત્રણ વિકેટથી જીત અપાવી છે. ભારતે સાત વિકેટ પર ૩૨૯ રન બનાવીને ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી પરાસ્ત કર્યું છે. હેઝલવુડે શાર્દૃુલ ઠાકુરને નાથનના હાથે કેચ અપાવીને ભારતીય ક્રિકેટ ટીમની સાતમી વિકેટ ખેરવી હતી. ૩૨૫ રને ભારતે સાત વિકેટનું નુકસાન થયું હતું. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, જે ભારતે બ્રેક કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ૧૯૫૧માં વિન્ડીઝ વિરુદ્ધ ૨૩૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વર્ષ ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાને એના જ ગ્રાઉન્ડ પર ૨-૧થી માત આપી હતી. ભારતીય ક્રિકેટ ટીમ આ પહેલા ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત ત્રણ સીરિઝ જીત્યું નથી. આ જીત પાછળ ગીલ, પંત અને પૂજારાનો સિંહફાળો રહૃાો છે. જેણે મેચનું ચિત્ર પલટી નાંખ્યું. ગીલે ૯૧, પંતે ૮૯ અને પૂજારાએ ૫૬ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સીરિઝ અનેક પાસાઓ પરથી ચર્ચામાં રહી હતી. ખાસ કરીને પંતના પર્ફોમન્સને લઈને ઘણી વાત થઈ હતી.

ચેતેશ્ર્વર પૂજારાએ પોતાના ટેસ્ટ કેરિયરની સૌથી ધીમી સદી ફટકારી છે. ૨૧૧ બોલમાં ૫૬ રન કરીને તે કમિન્સની બોલિંગમાં ન્મ્ઉ આઉટ થયો હતો.જ્યારે પંત ૧૬ રનથી બેટિંગ કરી રહૃાો હતો ત્યારે ઓફ સ્પીનર લાયનની બોલિંગમાં કીપર પેને સ્ટમ્પિંગ કરવાની મોટી તક મિસ કરી દીધી હતી. જેના કારણે પંતને એક મોટું જીવનદાન મળ્યું હતું. જેનો પૂરતો ઉપયોગ કરીને તેણે ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયાના મેદાન પર મોટી જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હાર ચખાડી ભારતીય ક્રિકેટ ટીમના યુવાનોએ નવો ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલી, ઈશાન શર્મા અને રવિદ્ર જાડેજાની ગેરહાજરીમાં પણ ટીમના ખેલાડીઓએ આ ચમત્કાર કરી દેખાડ્યો છે.

ટીમ ઇન્ડિયાની જીતથી મોદી ગદગદ: ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા

ભારતની આ ઐતિહાસિક જીત પર સોશિયલ મીડિયા પર અભિનંદનનો તાતો લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત પર અભિનંદન પાઠવ્યા છે. પીએમે ટ્વીટ કરી કહૃાું કે અમે બધા ભારતીય ક્રિકેટ ટીમની ઑસ્ટ્રેલિયામાં સફળતા પર ખુશ છીએ.

જેઓ અમને નબળા સમજતા હતા તેમને જડબાતોડ જવાબ: કોહલી

ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીએ પણ જીતના અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વીટ કર્યું કે, ‘એડિલેડ બાદ જેઓ અમને નબળા સમજી રહૃાા હતા એ તમામને જડબાતોડ જવાબ.

બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયાને ૫ કરોડનું બોનસ આપ્યું

ગાંગુલીએ ટ્વિટ કરીને કહૃાું છે કે, ઓસ્ટ્રેલિયામાં જઈને આ રીતે ટેસ્ટ સીરીઝ જીતવી તેને ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયાને પાંચ કરોડ બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ જીતનું મહત્વ કોઈ પણ આંક કરતાં ઘણું વધારે છે. આ પ્રવાસના દરેક સભ્યોને અભિનંદન….

ગાંગુલી સિવાય બોર્ડના સચિવ જય શાહે પણ ટ્વિટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન અને બોનસની માહિતી આપી છે. લખ્યું છે કે, યાદગાર છે, બીસીસીઆઇ ભારતીય ટીમને બોનસ તરીકે રૂ. ૫ કરોડ આપશે.