ગાબા કા ઘમંડ ધ્વસ્ત: ભારતે ૩૩ વર્ષ બાદ તિરંગો લહેરાવ્યો

બ્રિસ્બેનમાં રમાયેલી નિર્ણાયક ટેસ્ટ મેચમાં ઋષભ પંતે અણનમ ૮૯ રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાએ ગાબાના મેદાન પર તિરંગો લહેરાવી દીધો છે. ભારતીય ક્રિકેટ ટીમે  બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને ૩ વિકેટે ધૂળ ચટાડતા ટેસ્ટ સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. ભારતે સતત બીજીવાર ઑસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ટેસ્ટ સિરીઝમાં પછાડ્યું છે. બ્રિસ્બેનમાં ૩૩ વર્ષથી ઑસ્ટ્રેલિયા નહોતુ હાર્યું, પરંતુ ભારતીય ટીમે આને પણ શક્ય કરી દીધું અને ગાબાના મેદાન પર ઑસ્ટ્રેલિયાને બાદશાહતનો અંત કર્યો.

કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમે મુશ્કેલીમાં પણ હિંમત અને ધીરજથી ઑસ્ટ્રેલિયાને સિરીઝમાં હરાવ્યું. પહેલી ટેસ્ટ મેચમાં ખરાબ પ્રદર્શન અને ૩૬ રને ઑલઆઉટ થનારી ભારતીય ટીમે વિરાટ કોહલીના ગયા બાદ એવું પ્રદર્શન કર્યું કે સૌના મોઢા સિવાઈ ગયા. ભારતની સિરીઝ જીતમાં તમામ ખેલાડીઓને શ્રેય છે. બ્રિસ્બેનમાં ભારતની જીતના આ ૭ હીરો રહૃાા.

૧. ઋષભ પંત

બ્રિસ્બેન ટેસ્ટની બીજી ઇનિંગમાં નંબર ૫ પર બેટિંગ માટે ઉતરેલા ઋષભ પંતે શુભમન ગિલ જેવા જ તેવર બતાવ્યા અને આક્રમક બેટિંગ કરી, જેનાથી ભારત મેચ જીતવામાં સફળ રહૃાું. ઋષભ પંતે અણનમ ૮૯ રન બનાવ્યા અને પોતાના દમ પર ભારતને ઐતિહાસિક જીત અપાવી.

૨. શાર્દૃુલ ઠાકુર

બ્રિસ્બેન ટેસ્ટમાં શાર્દૃુલ ઠાકુર અસલી હીરો બનીને સામે આવ્યો. આ મેચમાં શાર્દૃુલ ઠાકુરે કુલ ૭ વિકેટો ઝડપી અને બેટ વડે ૬૭ રન બનાવ્યા. આ ઉપરાંત શાર્દૃુલે ૨ શાનદાર કેચ પણ ઝડપ્યા. પહેલી ઇનિંગમાં બેટિંગમાં શાર્દૃુલે ત્યારે ભારતને બચાવ્યું જ્યારે ૧૮૬ રને ભારતની ૬ વિકેટ પડી ગઈ હતી. એ સમયે ઑસ્ટ્રેલિયાના સ્કોરથી ભારત ૧૮૩ રન પાછળ હતુ. શાર્દૃુલે જો ૬૭ રન ના બનાવ્યા હોત તો ઑસ્ટ્રેલિયાને મોટી સરસાઈ મળી હોત અને ભારતે હારનો સામનો કરવો પડ્યો હોત.

૩. વૉંશિગ્ટન સુંદર

ઑલરાઉન્ડર વૉંશિગ્ટન સુંદરે પોતાની ડેબ્યૂ મેચમાં એ કમાલ કરી બતાવ્યો જે ઘણો ઓછો જોવા મળે છે. ટીમને જ્યારે રનની સૌથી વધારે જરૂર હતી ત્યારે તેણે પોતાની શાનદાર બેટિંગ ટેકનિક રજૂ કરી. આ મેચમાં સુંદરે ૬૨ રન બનાવ્યા અને કુલ ૪ વિકેટ ઝડપી, જેમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર જેવા દિગ્ગજોની વિકેટ સામેલ છે. વૉિંશગ્ટન સુંદર અને શાર્દૃુલ ઠાકુરે મળીને સાતમી વિકેટ માટે ૧૨૩ રનની પાર્ટનરશિપ કરી અને ભારતને પહેલી ઇનિંગમાં પછડાવા ના દીધું. સુંદરે બીજી ઇનિંગમાં પણ ઉપયોગી ૨૨ રન બનાવ્યા.

૪. શુભમન ગિલ

યુવા બેટ્સમેન શુભમન ગિલે પોતાની શાનદાર બેટિંગથી તમામના દિલ જીતી લીધા. શુભમન ગિલે ઑપનર તરીકે બ્રિસ્બેન ટેસ્ટની ચોથી ઇનિંગમાં જે ટેસ્ટ ક્રિકેટની સૌથી મુશ્કેલ ઇનિંગ હોય છે તેમાં શાનદાર ૯૧ રન ઠોકી દીધા. શુભમન ગિલની ઇનિંગમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા સામેલ હતા. ગિલે પુજારાની સાથે મળીને ૧૧૪ રનોની પાર્ટનરશિપ કરી. શુભમન ગિલે આ ઇનિંગ રમીને જણાવી દીધું કે તે આવનારા સમયમાં ભારતનો સુપરસ્ટાર છે.

૫. ચેતેશ્ર્વર પુજારા

ટીમ ઇન્ડિયાની દીવાલ ચેતેશ્ર્વર પુજારાએ સિડની ટેસ્ટની માફક બ્રિસ્બેનમાં કમાલની ઇનિંગ રમી. ચેતેશ્ર્વર પુજારાએ એક છેડો સાચવી રાખ્યો અને વિકેટો પડવા દીધી નહીં. આનો ફાયદૃો શુભમન ગિલ અને પંતે ઉઠાવ્યો અને ખુલીને બેટિંગ કરી. પુજારાએ ૫૬ રનની શાનદાર ઇનિંગ રમી અને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.

૬. મોહમ્મદ સિરાજ

ઝડપી બોલર મોહમ્મદ સિરાજે બ્રિસ્બેન ટેસ્ટની બીજી ઇનિંગમાં પહેલીવાર ૫ વિકેટ લીધી. બ્રિસ્બેન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં સિરાજે ૭૩ રન આપીને ૫ વિકેટ ઝડપી. આ સાથે તે ગાબાના મેદાન પર એક ઇનિંગમાં ૫ વિકેટ લેનારા ભારતીય બૉલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. સિરાજે ઑસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં વધારે રન બનવા દીધા નહીં.

૭. ટી નટરાજન

ઝડપી બૉલર નટરાજન માટે ઑસ્ટ્રેલિયાનો આ પ્રવાસ લકી સાબિત થયો. વનડે અને ટી-૨૦માં ડેબ્યૂ બાદ તેને ટેસ્ટમાં પણ તક મળી. બ્રિસ્બેન ટેસ્ટમાં ડેબ્યૂ કરતા નટરાજને પહેલી ઇનિંગમાં ૩ વિકેટ લીધી અને પોતાની ઘાતક બૉિંલગથી સૌના દિલ જીતી લીધા. નટરાજન પાસે પરફેક્ટ યૉર્કર અને દમદાર બાઉન્સર્સ છે, જેનાથી તેણે ઑસ્ટ્રેલિયાઈ બેટ્સમેનોના નાકમાં દમ કરી દીધો.