ગામડાઓને તેમની હાલત પર છોડી ન શકુ: મોદી

 • વડાપ્રધાને સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કર્યો,૧ લાખ પ્રોપર્ટી કાર્ડ અપાશે
 • આવનારા ત્રણ ચાર વર્ષમાં દરેકને પ્રોપર્ટી કાર્ડ આપવાની કોશિશ, આત્મનિર્ભર ભારત અભિયાન તરફ મહત્વનું પગલું

  વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાની શરૂઆત કર્યા પછી લગભગ એક લાખ લોકોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવશે. આ કાર્ડ મોબાઈલ ફોન પર જીસ્જી દ્વારા મોકલવામાં આવેલી લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
  મહત્વનું છે કે પંચાયતીરાજ મંત્રાલય હેઠળ શરૂ કરાયેલી આ યોજનાથી ૬ રાજ્યોના ૭૬૩ પંચાયતના એક લાખ લોકોને લાભ મળશે. જેમાં ઉત્તરપ્રદેશના ૩૪૬, હરિયાણાના ૨૨૧, મહારાષ્ટ્રના ૧૦૦, મધ્યપ્રદેશના ૪૪, ઉત્તરાખંડના ૫૦ અને કર્ણાટકની બે પંચાયત સામેલ છે.
  વડાપ્રધાન મોદીએ યોજનાની શરૂઆત પછી એવા લોકો સાથે વાત કરી જેમને કેન્દ્ર સરકારે સ્વામિત્વ કાર્ડ આપ્યું છે. આ દરમિયાન પીએમએ કહૃાું કે,હવે તમારી સંપત્તિ પર કોઈ ખરાબ નજર નહીં નાંખી શકે.
  આ દરમિયાન આ કાર્ડ મેળવનારા લોકોએ કહૃાું કે, સંપત્તિ કાર્ડ મળવાથી તેમને સામાજિક અને આર્થિક મજબૂતાઈ મળી છે. પીએમ સાથે વાતચીતમાં કાર્ડધારકોને કહૃાું કે, આ કાર્ડ દ્વારા તેમને બેક્ધમાંથી સરળતાથી લોન મળવા લાગી છે, સાથે જ ગામમા તેની સંપત્તિનો ઝઘડો પણ ખતમ થઈ ગયો છે. પીએમએ કહૃાું કે, આજે ૧ લાખ લોકોને કાર્ડ મળવાથી તે શક્તિશાળી અનુભવી રહૃાા છે. આ યોજનાથી ગામમાં રહેતા લોકોના જીવનમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે.
  કૃષિ કાયદા સહિત ગ્રામીણ ભારત માટે લેવામાં આવેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતાં તેમણે કહૃાું કે તેઓ ’ગામોને તેમની હાલત પર છોડી શકતા નથી’.
  વડાપ્રધાને કહૃાું કે, આજે તમારી પાસે એક અધિકાર છે, એક કાયદાકીય દસ્તાવેજ છે તમારું ઘર તમારું જ છે અને તમારું જ રહેશે. આ યોજના આપણા દેશના ગામમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે.
  પીએમએ કહૃાું કે આત્મનિર્ભર ભારત અભિયાનમાં આજે દેશે એક મહત્વનું પગલું ભર્યું છે. અને તે છે સ્વામિત્વ યોજના. ગામડામાં રહેનારા આપણા ભાઈ બહેનોને આત્મનિર્ભર બનાવવામાં ખુબ મદદ મળવાની છે. તેમણે કહૃાું કે આજે એક લાખ લોકોને પોતાના ઘરોનું સ્વામિત્વ પત્ર મળ્યું છે. જેમણે પોતાનું સ્વામિત્વ કાર્ડ ડાઉનલોર્ડ કર્યું છે, તેમને ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
  તેમણે કહૃાું કે ગામડામાં હવે ડ્રોનથી મેપિંગ અને સર્વે થઈ રહૃાા છે. હવે તે સંપત્તિનો સટિક ભૂમિ રેકોર્ડ બનશે. આવનારા ત્રણ ચાર વર્ષમાં ગામડામાં રહેતા તમામ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવાની કોશિશ કરાશે. પીએમ મોદીએ કહૃાું કે પંચાયતના કામોની ઓનલાઈન ટેગીંગ જરૂરી છે. જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે. તેમણે કહૃાું કે આપણા ત્યાં કહેવાય છે કે ભારતની આત્મા ગામડામાં વસે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે ગામડાને તેમના હાલ પર છોડી દેવાયા હતાં.
  ૨૦૨૪ સુધીમાં બધાને પ્રોપર્ટી કાર્ડ મળશે: તોમર
  આ અવસરે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે કહૃાું કે, આ યોજના ગામડાઓમાં સંપત્તિને લઈને ઊભી થતી વિવાદની સ્થિતિને ઠીક કરવાનો એક પ્રયત્ન છે. આ યોજના હેઠળ દેશના તમામ ગામડાઓમાં ડ્રોનના માધ્યમથી સંપત્તિનું મેપિંગ કરવામાં આવશે અને ગામડાના લોકોને તેમની સંપત્તિના માલિકીહકનું પ્રમાણપત્ર મળશે. તેમણે કહૃાું કે ૨૦૨૪ સુધીમાં ગામડામાં રહેતા લોકોને પ્રોપર્ટી કાર્ડ મળી જશે.