ગામડામાં ગુંડાગીરીને નાબુદ કરવાના અભિયાનનો ગોપાળગ્રામ પાદરગઢ, ચલાલાથી પ્રારંભ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય

  • ક્યાં સુધી દાદાગીરી સહન કરશો ? : હવે એ ગુલામીમાંથી બહાર નીકળો : ગોપાળગ્રામ અને પાદરગઢમાં સભા
  • લોકોને તેમની ફરિયાદ વોટસએપથી અથવા રૂબરૂ મોકલી આપવા અનુરોધ કરી લોકોને ગુંડાઓથી ન ડરવા માટે મોટીવેટ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,
અમરેલી જિલ્લાના ગામડાઓમાં ગુંડાગીરીને નાબુદ કરવાના અભિયાનનો ગોપાળગ્રામ, પાદરગઢ, ચલાલાથી પ્રારંભ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ આજે ગુરૂવારે ગોપાળગ્રામ અને પાદરગઢમાં સભા યોજી અર્ધો કલાક સુધી “”ક્યાં સુધી દાદાગીરી સહન કરશો ?, હવે એ ગુલામીમાંથી બહાર નીકળો’’ તે મતલબના સંબોધનથી લોકોને તેમની ફરિયાદ વોટસએપથી અથવા રૂબરૂ મોકલી આપવા અનુરોધ કરી લોકોને ગુંડાઓથી ન ડરવા માટે મોટીવેટ કર્યા હતા જિલ્લાના બીજા ગામડાઓમાં પણ હવે આ અભિયાન શરૂ રહેનાર હોવાનું જાણવા મળેલ છે.