ગામના વેપારીઓ પાસેથી માલ ખરીદી સ્થાનિક અર્થતંત્રને મજબુત બનાવીએ : ડો. કાનાબાર

  • કોરોનાની પરિસ્થિતીમાં અર્થતંત્રને લાગેલી જબરદસ્ત બ્રેક સામે ગાડીને ફરી દોડતી કરવા ડો. કાનાબારનો ઉપયોગી સુચન
  • એમેઝોન, ડીમાર્ટ કે જીયો સ્ટોરના બદલે

અમરેલી,
કોરોનાની મહામારીએ લોકોના મન ઉચક કરી દીધા છે. લોકડાઉન ખતમ થઇ ગયા પછી અને અનલોક થયા બાદ પણ વેપાર ઉદ્યોગો મંદ ગતિએ ચાલી રહયા છે. સમગ્ર વિશ્ર્વના અર્થતંત્રને મોટી બ્રેક લાગી ગઇ છે. અનેક લોકો રોજગારી ગુમાવી ચુક્યા છે અને સ્વ રોજગાર ધરાવતા લોકોની આવકમાં મોટો કાપ આવ્યો છે. આ પરિસ્થિતીમાં દેશની અને આંતર રાષ્ટ્રીય ઓનલાઇન વેપાર કરતી કંપનીઓ અને દેશભરમાં મોલ અને મોટા સ્ટોરોનું જંગી નેટવર્ક ધરાવતી કંપનીઓને કારણે નાના શહેરો, તાલુકા, મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં નાનો મોટો છુટક વેપાર કરી રોજી રળતા આ કરોડો વેપારીઓની આજીવીકા પર મોટો ખતરો ઉભો થયો છે. મોટા કોર્પોરેટ હાઉસો પોતાના હાથ પરની જંગી મુડીને કારણે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઉત્પાદકો પાસેથી સીધી જ મોટા ડીસ્કાઉન્ટ ખરીદી શકે છે. તેમને મળતા તોતીંગ ડીસ્કાઉન્ટને કારણે આ બધી વસ્તુઓ સ્થાનિક નાના વેપારીઓ કરતા સસ્તા ભાવે વેચી શકે છે. સરવાળે દેશભરમાં આવા નાનો વેપાર કરતા કરોડો વેપારીઓનું ટર્ન ઓવર અને નફો ખુબ ઘટી ગયો છે. આ પરિસ્થિતીમાં આપણી સૌની ફરજ બને છે કે આપણા વિસ્તારમાં ધંધો કરતા નાના વેપારીઓને ટકાવવા આપણે તેમની પાસેથી ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ આપણા સ્થાનિક વેપારીઓ કમાશે તો એ પૈસા ગામમાં જ રહેશે અને ગામના અર્થતંત્રના પૈડા ફરતા રહેશે.સ્થાનિક અર્થતંત્રના સાયકલને ફરતી કરવાની સાથે સાથે લોકલ ખરીદીની તકો એકાદ વર્ષ કોર્પોરેટની તીજોરીમાં જવાને બદલે આપણા બધા નાના મોટા દુકાનદારોને ખિસ્સામાં જશે અને સ્થાનિક બેરોજગારી પણ ઘટશે બહુરાષ્ટ્રીય રાક્ષસી કંપની સાથે ભુતકાળમાં ભારતનું શોષણ કરનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જ અલગ સ્વરૂપો છે થોડો વધારે ભાવ આપીને પણ આપણી આજુ બાજુ ધંધો કરતા વેપારીઓ કારીગરો અને શ્રમજીવીઓને પડખે ઉભા રહીએ વર્તમાન કપરા સમયમાં આ એક પુણ્ય કાર્ય બની રહેશે જે આપણા ગામ કે શહેરના સામાજિક જીવનને એક સાંકળે બાંધી રાખશે બાય લોકલ, ઇટ લોકલ, પેન્ડ લોકલ ( સ્થાનિક બજારમાં ખરીદી, ખાવા પીવાનું પણ સ્થાનિક અને પૈસા પણ સ્થાનિક સ્તરે વાપરીએનું આ અભિયાનમાં સૌને જોડાવવા અનુરોધ કરૂ છુ તેમ ડો. કાનાબારે જણાવ્યુ છે.