ગામમાં મહામારીને રોકવા મોટા આગરીયા ગામે ગામ ફરતી ગાયનાં દુધની ધારાવાડીઓ દિધી

મોટા આગરીયા,
કોરોના જેવી મહામારીને નાથવા માટે આધ્ાુનિક સાયન્સ કોઇ દવા શોધી શકયું નથી આવા સમયે લોકો સ્વભાવીક જ ઇશ્ર્વર તરફ વળે પણ રાજુલા નજીક આવેલા અને જોગીદાસબાપુ ખુમાણના વંશજોએ વસાવેલા મોટા આગરીયા ગામમાં વર્ષોથી એક પરંપરા રહી છે કે ગામમાં કોઇ મહામારી કે મોટી આપતી ન આવે તે માટે દર ગુરુપુર્ણીમાં એ ગામના સંત પુ.કંગાળદાસ બાપુની જ્ગ્યાએ આખા ગામની ગાયનું દુધ ભેગુ કરી ત્રણ કિલોમીટરમાં ફેલાયેલા મોટા આગરીયા ગામ ફરતી દુધની ધારાવાડી દેવામાં આવે છે આ દિવસે ગામના લોકો ગાયનું દુધ નથી પીતા પણ પોતાને ત્યાં આવેલુ ગાયનું દુધ લઇ કંગાળદાસબાપુની જગ્યાએ પહોંચી જાય છે દર ગુરૂ પુનમે અચુક આ કાર્ય થાય છે પરંતુ જ્યારે કોઇ આપતિ દેખાય ત્યારે પણ ગ્રામજનો દ્વારા પુ. કંગાળદાસ બાપુ ઉપર શ્રધ્ધા રાખી ગુરૂપુનમ સિવાયના દિવસે આ પરંપરા કરાય છે અને કદાચ આ દ્રઢ શ્રધ્ધા આખા ગામને ઉગારે છે .
મોટા આગરીયા ગામમાં કોરોનાની મહામારીને રોકવા મોટા આગરીયા ગામે ગામ ફરતી ત્રણ કિ.મી. સુધીની ગાયના દુધની ધારાવાડી દેવાઇ હતી ત્રણ કિલોમીટર લાંબી ધારાવાડી સાથે સળંગ સુતરનો દોરો ગામફરતો વીટવામાં આવ્યો હતો તેના કારણે જ કોરોનાની શરૂઆત પહેલા મોટા આગરીયા ગામે મુંબઇના કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવેલ મહિલાને અમરેલીમાં સર્વપ્રથમ કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરી તેનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ પરંતુ ગ્રામજનોની આ શ્રધ્ધાને કારણે મુંબઇથી આવેલ પ્રથમ શંકાસ્પદ કેસ નેગેટીવ આવ્યો હતો તેમ કહી શકાય.