ગામ, ગરીબ અને ખેડૂતોનું રાખ્યું છે ધ્યાન, મધ્યમ વર્ગ માટે ખાસ છે આ બજેટ: પ્રધાનમંત્રી

નવીદિૃલ્હી,તા.૦૨
સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદૃી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. સામાન્ય બજેટને લઈને પ્રધાનમંત્રી મોદૃીએ કહૃાું કે, તેમાં ગામ, ગરીબ અને ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહૃાું કે, બજેટમાં મધ્યમ વર્ગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહૃાું કે, આ બજેટથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે. પ્રધાનમંત્રીએ કહૃાું કે, અમે ટેકનોલોજી પર ખૂબ ભાર આપ્યો છે. તેમણે કહૃાું કે, બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ છે. પ્રધાનમંત્રીએ કહૃાું કે, આ બજેટ ભારતના વિકાસના નવી ગતિ આપશે. આ બજેટમાં એમએસએમઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને પેમેન્ટની નવી વ્યવસ્થા બનાવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહૃાું કે, હું નિર્મલા સીતારમણને આ બાબત માટે શુભકામના આપુ છું. પીએમ મોદૃીએ કહૃાું કે, અમૃત કાળનું પ્રથમ બજેટ વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પુરા કરવાનો એક મજબૂત પાયાનું નિર્માણ કરશે. તેમણે કહૃાું કે, આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપનારુ છે. આ બજેટ આજની આકાંક્ષાઓ, ગામડુ, ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગ સૌના સપના પુરા કરશે. પ્રધાનમંત્રીએ આગળ કહૃાું કે, સરકારે ગામડાથી લઈને શહેર સુધી રહેતી આપણી મહિલાઓના જીવન સ્તરમાં ફેરફાર લાવવા માટે કેટલાય મોટા પગલા ઉઠાવ્યા છે. હવે તેઓ વધારે તાકાત સાથે આગળ વધી શકશે. તેમણે કહૃાું કે, દૃેશ આ બજેટમાં પહેલી વાર અનેક પ્રોત્સાહન યોજના લઈને આવ્યું છે. આવા લોકો માટે ટ્રેિંનગ ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.