અમરેલી,
વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજન દ્વારા પાલીતાણા ખાતે ત્રણ દિવસનાં વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસનાં કાર્યક્રમમાં સફાઈ અભિયાન, સ્નેહમિલન સંમેલન, ગુજરાતનાં એક આદર્શ ગામ હાણોલ, પાલીતાણાની મુલાકાત, સમસ્ત મહાજન દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં કરવામાં આવતા વિકાસ કાર્યોનું અવલોકન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આચાર્ય ભગવંતજીનાં આશિર્વચન, સમસ્ત મહાજનનાં પદાધિકારીઓ, કાર્યકર્તા સમિતિ, સલાહકાર બોર્ડની સમીક્ષા બેઠક વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયનાં મંત્રી પરસોત્તમ રૂપાલા, ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, આચાર્ય ભગવંતશ્રીઓ, પૂજ્ય સાધ્વીજીઓ, પૂજ્ય બંધુબેલડીજી, પૂજ્ય શ્રી લલીત કિશોર શરણજી મહારાજ (શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર લીમડી), ગુરુઆશ્રમ, બગદાણાનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રેષ્ઠી વર્ય શ્રી મનજીદાદા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભીખાભાઈ બારૈયા, જામનગરનાં મેયર બીનાબેન કોઠારી, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોર, પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ શીલાબેન શેઠ તેમના પ્રતિનિધિ અજયભાઈ શેઠ, નીકુલસિંહ સરવૈયા તેમજ ભાજપના સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો, એનીમલ વેલ્ફેર બોર્ડનાં સુનીલ માનસિંગકા (નાગપુર) સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ત્રિ-દિવસીય “વૈશ્વિક અહિંસા સંમેલન’નાં બીજા દિવસે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ નવરત્ન આરાધના ભવનમાં એકત્ર થયેલી વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના મનનીય પ્રવચનમાં કહ્યું ગાય એ આગમી સમયમાં દાન લેનારી નહિ પણ દાન દેનારી બને તે પ્રકારની અર્થ વ્યવસ્થાનું નિર્માણ આપણે કરવાનું છે. ભૂમિ સુધારણાની વાત હોય, પ્રાકૃતિક ખેતીની વાત હોય, આરોગ્ય સુધારણાની વાત હોય આ તમામ સામાજિક – ધાર્મિક – આર્થિક – શારીરિક – માનસિક મુદાઓમાં ગૌમાતા હંમેશા કેન્દ્રમાં રહી છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે. ભારતનાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ગોવર્ધન સહિતની યોજના થકી ગૌમાતાની ચરણ વંદના કરી છે. તેમણે એનીમલ હેલ્પલાઈનની સેવા સંબંધિત વિસ્તૃત જાણકારી આપી “ગૌ ટેક’ પ્રોડકટમાંથી બનતી દરેક વસ્તુ માનવ જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તેની સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગાય ભારતની સક્ષમ અર્થવ્યવસ્થાનું અનિવાર્ય કેન્દ્ર છે. વિધાતાના લખેલા નબળા વિધાનો ગાય માતાની જીભ અડતા સીધા થાય છે તેવી પણ ધાર્મિક માન્યતા છે.સંમેલનને સફળ બનાવવા આપવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ (મો. 9820020976), પરેશ શાહ(મો. 9819301298), દેવેન્દ્ર જૈન (મો. 9825129111), મિત્તલ ખેતાણી(મો. 9824221999), અજયભાઈ શેઠ(મો. 9426228018), ગિરીશ સત્રા(મો. 9820163946) સહિતનાઓએ જહેમત ઉઠાવી.