ગારીયાધારના ફાચરીયામાં સિંહે વાછરડાનું મારણ કર્યુ

ગારીયાધાર,
ગારીયાધારના ફાચરીયા ગામે સિંહ પ્રાણી દ્વારા રેઢીયાળ વાછડાનું મરણ કરવામાં આવ્યાના સમાચાર વહેલા થયા હતા.
પરંતુ ઉધેલુ વન તંત્ર સમી સાંજ સુધી ઘટના સ્થળે પહોચ્યું ન હતું ગારીયાધારનના ફાચરીયા ગામે ધનશ્યામભાઈ પ્રાગજીભાઈ કુંભાણીની વાડીમાં રખડતું – ભટકતું રેઢીયાળ વાછડો સિંહ દ્વારા મારણ કર્યા હોવાના જાણવા મળ્યું હતું સિંહ દ્વારા કેટલા દિવસ પહેલા મારણ કરવામાં આવ્યું હતું જાણવા મળ્યું ન હતું. ઘટનાની વન વિભાગને જાણ કરવા હતા સાંજ સુધી વન વિભાગનો એક પણ માણસ આવ્યો ન હતો ખાડે ગયેલા ગારીયાધાર વાઈલ્ડ વન વિભાગમાં પણ સુધારાની જરૂરીયાતો સેવાઈ રહી છે.