ગારીયાધારના રૂપાવટી ગામે ગેસના બાટલામાં આગ

  • આગને કારણે રસોડાની ઘરવખરી બળીને રાખ થઇ

ગારીયાધાર,
ગારીયાધારના રૂપાવટી ગામે વહેલી સવારે ગેસના સિલિન્ડરમાં આગ લાગતા ધડાકા સાથે આગ પ્રગટી હતી. મોટો ધડાકો થતા રૂપાવટીના ગ્રામજનો ભેગા થઇ ગયા હતા. ગારીયાધાર નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે સમયસર ન પહોંચતા તંત્રીની કામગીરી સામે ભારે નીંદા થઇ હતી. આજે સવારના 7:00 વાગ્યાના અરસામાન પોપટભાઇ પ્રાગજીભાઇ મુંજપરાના ઘરે તેમના પત્ની જસુમતીબેન ચા બનાવવા જતા ગેસના સિલિન્ડરરમમાં એકાએક નાસભાગ અને દેકારો મચી જવા પામ્યો હતો. રસોડાની બહાર નીકળતા સિલિન્ડરમાં ધડાાકો થતા સદ્નસીબે કોઇ જાન હાની જવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો દ્વારા જવા ગારીયાધાર નગરપાલિકા ખાતે ફાયર ફાઇટરને જાણ કરી બોલાવવામાં આવે. પરંતુ બંને ફાયર ફાઇટરને એક રૂપાવટી ગામ પહોચે તે પહેલા અધ-વચ્ચે રહેવા પામ્યું હતું. જ્યારે બીજા ફાઇટરની પાણીની ટાંકી લિક થઇ જતા ઘટના સ્થળે પહોચે તે પહેલાં પાણી પુરૂ થઇ ગયું હતું. જ્યારે ઘટના સ્થળે પ્રાથમિક શાળાના દ્વારા શાળાની ફાયર બોટલની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.