ગારીયાધારમાં ટેબલેટ તથા 22 મોબાઇલ ફોન સાથે ઝડપાયો

  • કુલ કિ.રૂ. 38 હજારનો મુદામાલ કબજે કરતી ભાવનગર એલસીબી

ગારીયાધાર,
ભાવનગર એલ.સી.બી. સ્ટાખફનાં માણસો પોલીસ ઇન્સ શ્રી ની સુચના મુજબ ગારીયાઘાર પોલીસ સ્ટેશન વિસ્તાટરમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ગારીયાધાર વાલમ સ્કુલ પાસે પંહોચતા પો.કોન્સ. શક્તિસિંહ જે. સરવૈયાને બાતમીરાહે હકીકત મળેલ કે પરવડી ગેઇટ પાસે એક ઇસમ ઉભો છે. અને તેની પાસે બીલ વગરના મોબાઇલ ફોન છે અને તે વેચવા માટે આવવાનો છે. તેવી ચોક્કસ બાતમી મળતા પરવડી ગેઇટ પાસે આવતા બાતમી વાળો ઇસમ મળી આવતા જેનું નામ સરનામું પુછતા રમેશભાઇ કાળુભાઇ મકવાણા જાતે કોળી ઉવ-36 રહે. હાલ-ખસીયા શેરી,પરવડી તા-ગારીયા ધાર મુળ વતન- પીથલપુર તા- પાલી તાણા જી.ભાવનગરવાળો હોવાનુ જણાવતા મજકુર પાસે એક કાળા કલરની થેલી માંથી એક ટેબ્લેટ તથા સાદા અને બાવીશ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ . કબ્જે કરી મજકુરની પુછપરછ કરતા તેણે ઉપરોકત ટેબ્લેટ તથા તમામ મોબાઇલ ફોન સિહોરથી પાલી તાણા ખાતે રૂપિયા માંગવા માટે આવતા ઘુપ વાળા ફકીર પાસેથી તથા પાલીતાણા મા ખાતેથી ચોરી કરેલાનું જણાવેલ છે.