ગારીયાધારમાં તસ્કરોએ આતંક મચાવ્યો : એક રાતમાં 7 સ્થળે ચોરી

ગારીયાધાર,
ગારીયાધારમાં તસ્કરોએ એક જ રાતમાં સાત સ્થળે તાળા તોડી હાથફેરો કર્યો હતો શહેરના બાયપાસ રોડ પર દાડમીયાવાડીમાં કે જ્યાં ધારાસભ્ય વસવાટ કરે છે તે વિસ્તારમાં તસ્કરોએ ત્રણ ઘર, ત્રણ કારખાના અને પાન માવાની દુકાનમાં ચોરી કરી હતી. આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરી છે બનાવના સ્થળ આસપાસના સીસી ટીવી ફુટેજ આધારે ત્રણ શખ્સોની ભાડ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે. નિકુલભાઇ સુરેશભાઇ સરવૈયાએ તેના કારખાનામાંથી 300 હીરા અને ઘસવાના 30 હજાર તથા પ્રવિણભાઇ નારણભાઇ વાઘાણીની ગાડી નં.જીજે 27 એડી 2333 નંબરની 20 હજારની ચોરી કરી હતી એ જ રીતે કરશનભાઇ બીયોરાના પાનના ગલ્લે સુરાભાઇ હિંમતભાઇ ગોરસીયાના મકાનમાં અને ખુશાલભાઇ પ્રવિણભાઇ આલપરાના મકાનમાં અને સુરેશભાઇ મેસણકાવાળાના મકાનમાં તેમજ હિંમતભાઇ મેંદપરાના કારખાને પણ ધોળા દિવસે ચોરી થયાનું બહાર આવ્યુ છે.