ગારીયાધાર નજીક પાલડી ગામની વાડી વિસ્તારમા જુગાર રમતા આઠ ઝડપાયા

ગારીયાઘાર,
ગારીયાધાર તાલુકાના પાલડી ગામે દેવરાજભાઇ પરશોતમભાઇ વાઘેલાની વાડીએ અમુક ઇસમો જાહેર જગ્યામાં ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા આઠ શખ્સો જાહેરમાં તીન પતીનો પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા રોકડ રૂપીયા 10,120/- ના મુદામાલ સાથદેવરાજભાઇ પરશોતમભાઇ વાઘેલા,સવજીભાઇ ધનજીભાઇ ચાવડા,ઘનશ્યામભાઇ દેવરાજભાઇ વાઘેલા,અરવીંદભાઇ કલ્યાણભાઇ ઘડુક,સંજયભાઇ વિઠ્ઠલભાઇ મેર,જીતુભાઇ દેવરાજભાઇ વાઘેલ,અલ્પેશભાઇ દામજીભાઇ મુંજપરા,કાળુભાઇ મનજીભાઇ ઉનાવા,ે મળી આવતા તમામ સામે જુ.ધા.કલમ:-12 મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.