ગારીયાધાર પરવડી રોડ ઉપર બાઇક અને પીક-અપ વચ્ચે અકસ્માત

ગારીયાધાર,
ગારીયાધારના પરવડી અને સુખપર ગામ વચ્ચે બોલેરો પીક-અપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર માનવિલાસ ગામે ખેતીની જમીનમાં ભાગવુ કરતા વિનુભાઇ રમેશભાઇ ઉ.વ.24 પોતાની બાઇક લઇને જતા હતા. ત્યારે બોલેરો પીક-અપ જી. જે. 04એ.ડબલ્યુ.2993ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાયથી ચલાવી બાઇક સાથે અથડાવી ડાબા પગમાં ગંભીર ઇજા થતા 108 દ્વારા પ્રથમ ગારીયાધાર અને વધ્ાુ સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ છે.