ગારીયાધાર પોસ્ટેનાં પ્રોહિબીશનનાં ગુનામાં નાસતો ફરતો લીસ્ટેડ આરોપી ઝડપાઇ ગયો

ગારીયાધાર, ગારીયાઘાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ વી.વી.ધ્રાંગુ* તથા સ્ટાફના માણસો વહેલી સવારે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ગારીયાઘાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 111 980 19200693/2020 પ્રોહી.કલમ 65 (એ) (ઇ), 116 (બી), 98(2) મુજબના કામે નાસતા ફરતા આરોપી દેવીલાલ સુખરામ બીસનોય ગારીયાઘાર , પાલીતાણા રોડ ખાતે ઉભેલ હોય જે હકિકત આઘારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત હકિકતના વર્ણન વાળો શખ્સ મળી આવતા તેનુ નામ ઠામ પુછતા દેવીલાલ ઉર્ફ જયકિશન સુખરામ બીસ્નોઇ જાતે.ખીસડ ઉ.વ.43 રહે.ગડરા (નેડીનાડી) તા.ઘોરીમીના જી.બાડમેર રાજય.રાજસ્થાન મુળ ગામ.ઘારેવડા તા.વડગામ જી.બનાસકાંઠાવાળો હોવાનુ જણાવેલ અને આ શખ્સ ઉપરોકત ગુન્હાના કામે નાસ્તો ફરતો જેથી આ આરોપીને ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુન્હાના કામે અટક કરવામા આવેલ છે.