ગારીયાધાર શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ

ગારીયાધાર,આજ રોજ સમગ્ર ભારત બંધને પગલે ગારીયાધાર શહેર ખાતે વહેલી સવારથી જ શહેરની બજારો કયાંક બંધ તો ક્યાંક ખુલ્લી રખાઇ હતી. જેના કારણે સમગ્ર દિવસ દરમીયાન વેપારી અને શહેરી જનોમાં ભારે ઓહાપો જેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે 8:30ના સમયગાળા દરમીયાન સમગ્ર વિસ્તારોમાં દુકાનો ખુલળ્લી જવા પામી હતી. પરંતુ કોગ્રેસી નેતા પી.એમ. ખેની વ્યક્તિગત બજારો બંધ કરવા નીકળી પડ્યા હતા. જે સમય દરમીયાન પોલીસને જાણ થતા પી.એ.સાઇ ધ્રાંગુ દ્વારા ખેનીની જાહેર બજારમાં અટકાયત કરી હતી. જેમાં 24 પોલીસ જેવા, 15 હોમગાર્ડ જી.આર.ડી.2 મહિલા કોન્સ્ટ્રેબલ, પી.એ.સાઇ વિવિધાનું અને પી.આઇ.પી.આર મેતલીયા દ્વારા ત્રણ (3) વાહનો સાથે સમગ્ર શહેરમાં ભારે પેટ્રોલીંગ સાથે બંધોબસ્ત ગોઠવી દેવાયો હતો.