ગારીયાધાર શેત્રુજી નદી કાઠે ચાલતુ મોટા પાયે રેતી ખનન

ગારીયાધાર, ગારીયાધાર તાલુકામાંથી પસાર થતી શેત્રુજી નદીમાં સમઢીયાળા ગામની નજીક શેત્રુજી કાંઠે ગેરકાયદેસર રીતે છેલ્લા કેટલાક સમયથી રાજકીય વગ ધરાવતા નેતાઓના મળતીયાઓ દ્વારા બેખોફ પણે રેતી ખનન ચાલી રહ્યુ છે. ગારીયાધાર નજીક સમઢીયાળા ખાતે શેત્રુજી નદી કાંઠે બેફામ પણે રેતી ખનનનો વેપલો ચાલી રહ્યો છે. જે રેતીખનનનો ગેરકાયદેસર વેપાર દર વર્ષે ચલાવવામાં આવેછે. પરંતુ ખાણ ખનીજ તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ કોઇ પગલાં ન લેવાતા હોવાથી રેતી ખનન કરતા તત્વો માટે ખુલ્લુ મેદાન મળવુ હોય. તેમ બેરોકટોક વગર રેતી ખનનનો વેપલો ચાલી રહ્યો છે. સમઢીયાળા ખાતેથી ચાલતા આ રેતી ખનનના ટ્રેકટરો ગારીયાધાર તાલુકા ઉપરાંત પાલીતાણા-દામનગર જેવા વિસ્તાારો રેતીઓ પહોચાડવામાં આવે છે તેમ છતાં સરકારી તંત્ર દ્વારા નેતાઓના મળતીયાઓ દ્વારા ચલાવવામાં આવતા આ ગેરકાયદેસર પ્રવૃતીઓ પર આંખ આડા કાન કરવામાં આવે છે. જેના પરથી એ ચોક્કસ કહી શકાય કે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનીક પોલીસની કેટલી કૃપા દ્રષ્ટિ રાખવામાં આવી રહી છે.