ગિરગઢડાના જુના ઉગલા ગામે બાળક પર દીપડાએ હુમલો કરતા મોત નીપજ્યું

  • માતા પિતાની નજર સામે જ ચાર વર્ષના બાળકનું મોત

ઉના,ગિરગઢડા તાલુકા ના જુના ઉગલા ગામે માતા પિતા ની નજર સામે વાડી માં 4 વર્સીય બાળક પર દીપડાએ હુમલો કરતા બાળક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.માતા પિતા ની સામે બાળક વાડી માં રમતો હતો એજ સમયે દીપડા એ બાળક પર હુમલો કરતા પિતા ની નજર સામે જ બાળક નું મોત નીપજ્યું હતું ત્યારે સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરાતા વનવિભાગ ધટના સ્થળે દોડી આવ્યું હતું લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.