ગિલ સૌથી ઓછી ઉંમરમાં ભારત વતી ટેસ્ટની ચોથી ઇિંનગમાં ૫૦થી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો

ગાવસ્કરનો ૫૦ વર્ષ જૂનો રેકૉર્ડ કર્યો ધ્વસ્ત

 

ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ બૉર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા યુવા ખેલાડી શુભમન ગિલે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા છે. તેણે મેલબર્નમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ અને ત્યારબાદ શાનદાર ઇિંનગ્સ રમી. નાનકડા ટેસ્ટ કેરિયરમાં શુભમન ગિલે અનેક રેકૉર્ડ પોતાના નામે કરતો જઈ રહૃાો છે. ગિલના નામે જોડાયેલો સૌથી લેટેસ્ટ રેકોર્ડ છે કે તે સૌથી ઓછી ઉંમરમાં ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગમાં ૫૦થી વધારેનો સ્કોર કરનારો બેટ્સમેન બની ગયો છે.

ગિલે બ્રિસ્બેનના ગાબા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયાની સાથે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં લક્ષ્યનો પીછો કરતા શાનદાર અડધી સદી ફટકારી. ગિલ ૯૧ રન બનાવીને નાથન લિયોનની બોલિંગમાં આઉટ થયો હતો. મેચના પાંચમાં દિવસે જ્યારે ગિલે હેઝલવૂડના બૉલ પર વાઈડ કવરમાં શૉટ લગાવીને ૨ રન લઈને અડધી સદી પૂર્ણ કરી ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષ ૧૩૩ દિવસ હતી. ગિલ પહેલા આ રેકૉર્ડ ભારતના મહાન ઑપિંનગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામે હતો.

જેમણે ૧૯૭૦-૮૧માં વેસ્ટઇન્ડીઝની વિરુદ્ધ પોર્ટ ઑફ સ્પેનમાં પોતાની ડેબ્યૂ મેચમાં અણનમ ૬૭ રન બનાવ્યા હતા. હવે ગિલે આ ૫૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી દીધો છે. ઑસ્ટ્રેલિયા સામે જીત માટે ભારતને જીતવા માટે ૩૨૮ રનનું લક્ષ્યાંક મળ્યું છે. મેચના પાંચમા દિવસે રોહિત શર્મા (૭), શુભમન ગિલ (૯૧) અને આંજિક્ય રહાણે (૨૪)ની વિકેટ પડી છે. ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા સામેની આ સિરીઝમાં ભારતીય ટીમના ઘણા ક્રિકેટરોને ઇજા થઈ અને ગિલને તક મળી.