ગીરનાર રોપ-વે હવે પૂર્ણતાના આરે,૯મી નવેમ્બરે ઉદ્દઘાટનની સંભાવના

ગીરનાર રોપ-વે હવે પૂર્ણતાના આરે છે, માત્ર ઓસ્ટ્રિયાના ઈજનેરો દ્વારા અંતિમ ઓપ આપવાનો બાકી છે, ત્યારબાદ એક માસ પછી કદૃાચ રોપ-વેનું ટ્રાયલ શરૂ કરી શકાશે અને સંભવત આગામી ૯મી નવેમ્બરે પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્દઘાટન થાય તેના માટે કવાયત કરવામાં આવી રહી છે. રોપવેના આધાર સ્તંભસમા ટાવરનું કામ પૂર્ણ કરાયું હતું. હવે ઓસ્ટ્રિયાના ઈનનેરોની રાહ જોવાઈ રહી છે. તેનો રસ્તો પણ મોકળો થઈ ગયેલ છે,
કોરોનાને લઈને ઈજનેરોને ભારત આવવાની પરમિશન મળતી નહોતી, પરંતુ ખુશીની વાત એ છે કે હવે ઓસ્ટ્રિયાના સ્વીઝરલેન્ડથી ટેકનિકલ ઈજનેરોને ભારત આવવા માટે વિઝા મળી જતા તેઓ ૩૧ ઓગસ્ટ અથવા ૧લી સપ્ટેમ્બરના રોજ ભારત આવશે અને રોપ-વેના અંતિમ ચરણનું કામ સંભાળશે. જેને લઈને કેબલનું જોઈન્ટિંગ, કર્યા બાદ સાઈટ ઈન્સ્પેક્શન કરવામાં આવશે અને એકાદ માસ બાદ ટ્રાયલ પણ શરૂ કરવામાં આવશે. લગભગ બે માસ બાદ કામ પૂર્ણ થાય તેવી શક્યતા છે, અને આગામી ૯મી નવેમ્બર એટલે જૂનાગઢનો આઝાદૃી દિૃવસ છે,
આ દિવસને યાદગાર બનાવવા માટે સંભવત આ દિવસે પ્રધાનમંત્રીના હસ્તે રોપ-વેનું ઉદ્દઘાટન થાય તેના માટે કવાયત ચાલી રહી છે. આજે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયા, ડેપ્યૂટી મેયર હિમાંશુ પંડ્યા સહીતના આગેવાનોએ રોપ-વે સાઈટની મુલાકાત લીધી હતી અને રોપ-વેની કામગીરી ક્યાં સુધી પહોંચી અને હજુ કેટલો સમય લાગે તેમ છે તે અંગે માહિતી મેળવી હતી. આ સમયે ઉષા બ્રેકોના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.