ગીરના જંગલમાં રાષ્ટ્રીય પક્ષી મોરને દેશી દારૂ પીવડાવનારાઓ સામે કાર્યવાહી કરવા માંગણી

ખાંભા,ગીરના જંગલમાં રેવન્યુ વિસ્તારમાં સેડયુલ – 1 માં આવતા ઘુવડને રંજાડવા ઉપરાંત રાષ્ટ્રીય પક્ષી મોરને દેશી દારૂ પીવડાવનારા સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે. શ્રી ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ કે , વન્ય પ્રાણી અને સેડયુલ – 1 માં આવતા વન્ય પક્ષીઓને રંજાડી હેરાન કરી વિડીયો ઉતારી ખોટી પ્રસિધ્ધ મેળવવાની લ્હાયમાં પક્ષીઓને હેરાન પરેશાન કરતા વિડીયોે છાશવારે પ્રસિધ્ધ કરાતા હોય. વન વિભાગ દ્વારા ત્વરીત કાર્યવાહી કરી આવા તત્વોને ઝડપી મામુલી દંડ ફટકારી છોડી દેવાતા હોવાથી.
પ્રસિધ્ધી ભૂખ્ય તત્વો બે ફામ બે ફોક રીતે સેડયુલ – 1ના પક્ષીઓ અને પ્રાણીઓને હેરાન કરી રહયા છે. થોડા મહિના પહેલા ઘુવડ સાથેનો વિડીયો તથા તાજેતમાં સિંહ સાથેના સેલ્ફીનો વિડીયો તેમજ અન્ય વિડીયો અને ફોટાઓ વાયરલ થયેલા તેમાં ઉમેરો થતો હોય. તેમ રાષ્ટ્રીય પક્ષી મોર સામે દેશી દારૂની કોથળી દ્વારા દારૂના ટીપા પવાતા હોય તેવો વિડિયો મનાવી હવે મોર બોલશે એવી કોમેન્ટ કરી ટીક ટોક વિડિયો વાયરલ થવા સાથે. એક શખ્સે વન્ય પ્રાણી સંરક્ષીત સેડયુલ – 1 માં આવતા નીશાચર એવા અને દિવસ દરમિયાન ઝાડની બખોલમાં અધારામાં રહેવા ટેવાયેલ હોય. દિવસના અજવાળામાં તેવોની આંખો રોશની સહન કરી શકતી ન હોય. છતાં પ્રસિધ્ધી ભૂખ્ય યુવાને મોઢા ઉપર બુકાની બાંધી ઘુવડના બે બચ્ચાઓને હાથમાં પકડી દિવસના અજવાળાના પ્રકાશમાં વિડીયો ઉતારી ઘંવડની આંખો ને નુકશાન પહોંચાડેલ છે. જેથી રક્ષીત જાહેર થયેલા વન્ય પ્રાણી ધારા 1972 મુજબ મોર અને ઘુવડને પરેશાન કરનારા બન્ને શખ્સો સામે કાર્યવાહી કરી કડક સજા કરાવી દંડનાત્મક પગલા લેવા ભીખુભાઇ બાટાવાળાએ માંગણી કરી છે.