ગીરના જંગલમાં સિંહની વસ્તી 27 ટકા વધી

ધારી,
ગીરના જંગલમાં સિંહોની વસ્તીમાં 27 ટકા વધારા સાથે કુલ સંખ્યા 674 જેટલી થઇ છે. છેલ્લે 2015 ની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 523 હતી તેમાં નોંધપાત્ર વધારો થયો છે હાલ 2020 ના પ્રાથમિક ગણતરીના અંદાજ મુજબ ગીરના જંગલમાં નર સિંહ 161 અને માદા 260 તથા સિંહબાળમાં નર 45 માદા 49 અને વણ ઓળખાયેલા 22 તથા 137 સિંહબાળા મળીને કુલ 674ની વસ્તીનો આંકડો બહાર આવ્યો છે આમ ગીરનાં જંગલમાં 27 ટકા જેટલી વસ્તીનો વધારો થતાં સિંહ પ્રેમીઓ અને પ્રકૃતી પ્રેમીઓમાં આનંદ વ્યાપી ગયો છે તેમ જાણવા મળ્યું છે.