ધારી,
ચાંચઇના ડુંગરમાં સાત થી આઠ ઇંચ વરસાદથી શેત્રુજી, હીરણ, શીંગોડો, આંબાઝરમાં પુર આવ્યા હોવાના સમાચારો મળી રહયા છે અને ગીરમાં ગાંડા વરસાદનેકારણે ધારી અને નબાપરાને જોડતા પુલ ઉપર શેત્રુજીના ઘસમસતા પાણી ફરી વળ્યા છે જેને કારણે નબાપરા ધારીથી વિખુટુ પડી ગયું છે ધારીમાં પૌરાણીક જીવનમુકતેશ્ર્વર મહાદેવના ચરણ પખાળવા હોય તેમ લોકમાતા શેતલગંગા કહેવાતી શેત્રુજી બે કાંઠે વહી રહી છે જેને કારણે જીવનમુકતેશ્ર્વર મંદિરમાં પાણી ભરાયા છે.