ગીરમાં વરસાદની મઝા માણતાં સિંહોનો વીડિયો વાયરલ

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ ચાલી રહૃાો છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહૃાો છે. ગીરના જંગલો વરસાદના કારણે ચારેબાજુ હરિયાળી છવાઈ ગઈ છે. જેના કારણે મનમોહક લાગી રહૃાા છે. ગીરના જંગલની વાત આવે અને તેમાં વનરાજની વાત ન હોય તો કંઈક ખૂટે એમ લાગે. ત્યારે ગીરમાં વરસાદની મઝા માણતાં વનરાજાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહૃાો છે.
આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે સિંહોના ટોળા ન હોય, એ કહેવત વધુ એકવાર ખોટી સાબિત થઈ રહી છે. ગીરના જંગલોમાં વનરાજોના ટોળાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહૃાો છે. રાત્રિના સમયે સિંહોનું એક ટોળું શિકારની શોધમાં નીકળ્યું હોય તેમ વિહરી રહૃાું છે. શિકારની શોધમાં વનરાજોનું આ ટોળું જંગલ છોડી રેવન્યૂ વિસ્તારમાં ધામા નાખ્યા છે. ત્યારે એક વાહનચાલકે સિંહોના આ ટોળાને પોતાના કેમરામાં કેદ કર્યું છે.
વાહનચાલકે સિંહોના ટોળાને પોતાના કેમરામાં કેદ કર્યું છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહૃાું છે કે વરસાદની મઝા માણતા વનરાજોના ટોળામાં સિંહ,સિંહણ અને બાળિંસહોનો સમાવેશ થાય છે. આ ટોળામાં ૧૫ જેટલા સિંહોનો રાત્રિના વરસાદી માહોલમાં મઝા માણતો વીડિયો વાયરલ થયો છે.