ગીર ગઢડાના કોદિયા ગામમાં રાત્રે દીપડો ઘરમાં ઘૂસતા નાસભાગ, વનવિભાગે પાંજરે પૂર્યો

 

ગીર ગઢડા,

ગીર ગઢડાના કોદિૃયા ગામમાં ગત રાત્રે દીપડો રહેણાંક વિસ્તારમાં ચડી આવ્યો હતો અને એક મકાનમાં ઘૂસી ગયો હતો. જેથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગે રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પૂર્યો હતો. જેથી સ્થાનિકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ઘટનાની વિગત અનુસાર ગત રાત્રે ગીર ગઢડાના કોદિૃયા ગામમાં એક દીપડો ચડી આવ્યો હતો.

દીપડો કાળુભાઈ કરસનભાઈ વરસડીયા નામના વ્યક્તિના મકાનમાં ઘૂસી ગયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. જો કે દીપડો ઘરમાં ઘૂસી જતા મકાન માલિક કાળુભાઈએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને વનવિભાગને જાણ કરી. જેથી વનવિભાગની ટીમે પાંજરૂ ગોઠવી દૃીપડાનુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને દીપડાને ઘરમાંથી બહાર કાઢી પાંજરે પૂરી દીધો હતો. રેસ્કયુ બાદ ગામ લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.