ગીર ગઢડામાં ૩ ઈંચ, બાબરાના દરેડમાં ૧ કલાકમાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ૩ દિવસથી વરસાદૃી માહોલ જામતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. અમરેલીના બાબરાના દરેડમાં ૧ કલાકમાં ૨ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પરથી પાણી દૃોડવા લાગ્યા છે. રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે સ્થાનિક નદૃીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહૃાો છે.

બીજી તરફ વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. ગીર ગઢડાના જંગલમાં આવેલો સીંગોડા ડેમમાં પાણીની આવક થતાં ઓવરલો થયો છે. સૌથી વધુ ગીર પંથકમાં વરસાદ પડી રહૃાો છે. ગીર સોમનાથ પંથકમાં ક્યાંય ધીમીધારે તો ક્યાંય ભારે પવન સાથે વરસાદ પડી રહૃાો છે. ગીર સોમનાથ પંથકના કોડીનાર અને ઉનામાં ૧ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુત્રાપાડા, વેરાવળ અને તાલાલા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહૃાો છે. ગીર ગઢડા અને ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં ૩ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

આ સાથે જ ગીર ગઢડાના જંગલમાં આવેલો સીંગોડા ડેમ વરસાદના પગલે ઓવરલો થયો છે. સીંગોડા ડેમનો હાલ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. તાલાલા ગીરમાં પડી રહેલા વરસાદના પગલે સરસ્વતી નદૃીમાં ઘોડાપૂર આવ્યું છે. ફરી એક વખત માધવરાયની પ્રતિમા પરથી ૧૫ ફૂટ પાણી વહેવા લાગ્યું છે. જેથી માધવરાયની મૂર્તી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.