ગીર પંથકમાં ધોધમાર વરસાદથી શેત્રુજીમાં પુર

દલખાણીયા,
ગીરના જંગલમાં જ્યાં 142 કિ.મી. લાંબી શેત્રુજી નદીનું ઉદગમસ્થાન છે તેવા ચાંચઇ અને પાણીયા વિસ્તારના ડુંગરો આસપાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગુરૂવારે સાંજે જોરદાર વરસાદ પડતા શેત્રુજી નદીમાં પ્રથમ વખત ભારે પુર આવતા ખેડુતોમાં આનંદની લાગણી ફરી વળી છે શેત્રુજીનું પુર બોરડી સુધી પહોંચ્યુ છે.