ગીર-સોમનાથમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે મગફળી સળગાવી, વીડિયો વાયરલ

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહૃાો છે ત્યારે રાજ્યભરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓમાં ખેતરોના પાકને નુકસાન થયું છે. ત્યારે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના સૂત્રાપાડાના બીજ ગામન ખેડૂતે મગફળી સળગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગીર-સોમનાથમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળી સળગાવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. સૂત્રાપાડાના બીજ ગામના ખેડૂતે મગફળી સળગાવી હોવાનું સામે આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જેને લઇને અનેક જિલ્લાઓમાં પાકને નુકસાનની ભીતિ કરવામાં આવી રહી છે. સરકારે પણ પાક નિષ્ફળ જવા અંગે તંત્રને સર્વે કરવા જણાવ્યું છે.
ત્યારે ગીર-સોમનાથના સૂત્રાપાડાના બીજ ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતાં મગફળી સળગાવી હોવાનું સામે આવ્યું છે. મજૂરી ખર્ચ પણ ન નીકળતા મગફળી સળગાવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મગફળી સળગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.