ગીર સોમનાથમાં માનવભક્ષી દીપડાએ ૩૦ વર્ષનાં યુવાનને ફાડી ખાધો

કોડીનારના વિઠ્ઠલપુર ગામે ખુંખાર માનવભક્ષી દીપડાએ ૩૦ વર્ષના યુવાક પર હુમલો કરીને ફાડી ખાધો છે. અજીત ભેડા નામનો યુવાન વહેલી સવારે પોતાની વાડીએ રાખેલા દુધાળા પશુઓને દોહવા જતા સમયે અચાનક ખુંખાર માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે, કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેડૂત પુત્ર અજિત ભેડા નામનો યુવાન વહેલી સવારે પોતાની વાડીએ રાખેલા દુધાળા પશુઓને દોહવા જતા સમયે અચાનક ખુંખાર માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. અંદૃાજે ૩૦ વર્ષના આ યુવાને દીપડા સાથે બાથ ભીડવાનો પ્રયત્ન કર્યો હશે પરંતુ છેલ્લા ઘણા સમયથી દીપડાઓ આટલા બધા ખુંખાર થયા છે કે, જાણે વન વિભાગ પણ તેની સામે લાચાર હોય તેવું લાગી રહૃાું.

એટલેજ આજે વિઠ્ઠલપુર ગામના આ યુવાનને દીપડાએ ફાડી ખાધો. આ હુમલામાં યુવાનના માથાનો મોટાભાગનો ભાગ દીપડો ખાઇ ગયો છે. જોકે, ત્યારબાદ આસપાસના લોકોને ધ્યાને આવતા હાકલ બાદ દીપડો યુવાનને મૂકી નાસી ગયો હતો. આ બાદ સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરાઇ અને વનવિભાગે ઘટના સ્થળે પહોંચી પંચરોજ કામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે, ગીર અને ગુજરાતમાં છેલ્લામાં ઘણા સમયથી દીપડાઓના હુમલાઓ વધી રહૃાા છે. સમય જતાં આ હુમલાઓ એક ચિંતાનો વિષય બને તો નવાઈ નહિ. કેમ કે, દીપડાઓની સંખ્યામાં પણ દિનપ્રતિદિન એટલો જ વધારો થઈ રહૃાો છે.

દીપડાને મારવો તે ગંભીર ગુનો છે અને દીપડાએ શેડ્યુલ-૧ માં આવતું વન્યપ્રાણી છે. અને જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને તો વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨-ની કલમ ૫૧ મુજબ શિક્ષાને પાત્ર ગુનો બને છે. દીપડાનું મૃત્યુ નિપજવાના ગુનામાં કલમ ૨ મુજબ ૧ થી ૬ વર્ષની જેલ તેમજ ૫ હજારથી ઓછા નહિ અને ૧૦ હજાર સુધી સજાની જોગવાઈ છે. જોકે વ્યક્તિ પોતાના સ્વબચાવ કે અન્યને બચાવવાના બનાવમાં કલમ ૧૧- ખ/૨ મુજબ ગુનો બનતો નથી. પરંતુ મનુષ્યને આત્મ રક્ષણ માટે સરકારે કોઈ વધુ જોગવાઈ કરવી જોઈએ. નહિ તો આ રીતે દીપડાના હુમલાથી અનેક ખેડૂતો અને મજૂરોના પરિવાર નિરાધાર થશે.