અમરેલી,જેના માટે દોલતી હત્યાકાંડ થયાનુંં મનાય છે તેવા ગુંદરણનો ડબલ મર્ડર કેસમાં સાત વર્ષથી ફરાર કેદી એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનથી ઝડપાયો હતો.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારની સુચનાથી એસપી શ્રી હિમકર સિંહએ નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ, પોલીસ સબ ઇન્સ.શ્રી એમ.બી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા પો. હેડ કોન્સ. આદ્ત્યિભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, હરેશભાઇ કુંવારદાસની ટીમે સલીમભાઇ અબ્દુલભાઇ દલ, ઉ.વ.47, રહે.પાલીતાણા, ઘાંચીની વાડી, તળાવ વિસ્તાર, તા.પાલીતાણા, જિ.ભાવનગર મુળ રહે.ગુંદરણ, તા.લીલીયા, જિ.અમરેલીને પકડી પાડયો હતો.
આ શખ્સ સામે લીલીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.16/2013, આઇ.પી.સી. કલમ 302, 34, 143, 147, 148 તથા આર્મ્સ એકટ કલમ 25(1)બીએ વિ. માં ભાવનગર જેલ ખાતે કાચા કામના કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.17/11/2016 ના રોજ વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ હોય અને આ કેદીને તા.19/11/ 2016 ના રોજ ભાવનગર જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે ભાવનગર જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હોય, તેને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, ભાવનગર જેલ હવાલે મોકલી આપેલ છે.2013ની સાલમાં અમરેલીમાં રહેતા ગુંદરણના સરપંચ અને તેના ભાઇની ફાયરીંગ કરી ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને આ કેસના ઘેરા પડઘા પડયા હતા જેને કારણે દોલતોનો ત્રીપલ મર્ડર કેસ પણ બન્યો હોવાનું જે તે વખતે ચર્ચામાં આવ્યું હતું.