ગુગલ ફ્રાન્સને ૧૨૧ ન્યુઝપેરોને ૫૫૧ કરોડ રૂપિયા ચૂકવવા પડશે

પોતાના પ્લેટફોર્મ પર ન્યુઝ પેપર તેમજ સમાચાર વેબસાઇટ્સની ખબર સાથે વિજ્ઞાપન બતાવી લાખોની કમાણી કરી રહેલા ગુગલ હવે ફ્રાન્સને ૧૨૧ ન્યુઝપેરોને ૫૫૧ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ફ્રાન્સના નવા કાયદા મુજબ ગયા મહિને ફ્રાન્સના ન્યુઝ પેપર સંગઠને એપીઆઈજી એલાયન્સ સાથે ત્રણ વર્ષ માટે આનો કરાર કર્યો હતો, પરંતુ કેટલી કિંમત ચુકવશે એ હજુ સામે આવ્યું નથી. ખાસ વાતએ છે કે આ પૈસે એને સમાચારના નાના સ્વરૂપને પોતાના પ્લેટફોર્મ પર બતાવવા માટે ચૂકવવા પડશે.

શરૂઆતમાં ગુગલ એના માટે તૈયાર ન હતું. પરંતુ ૨૦૧૪માં સ્પેન સમાચાર સંગઠનોને પણ આ પ્રકારની રકમ ચૂકવવા માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. એના પર ગુગલે સ્પેનમાં પોતાનું ‘ગુગલ ન્યુઝ સેક્સન બંધ કરી દીધું જેથી કમાણીનો હિસ્સો ન આપવો પડે. આના પર ગુગલ સર્ચ પરિણામોમાં ફ્રાન્સિસ સમાચાર સંસ્થાઓના કન્ટેન્ટ હટાવવાની તૈયારી કરી લીધી હતી. એના પર ફ્રાન્સના પ્રતિસ્પર્ધા આયોગે ચેતવણી આપી. સરકારના કડક રૂખ સામે ગુગલે નમવું પડ્યું. કરાર સાથે સમાચાર સંસ્થાઓથી મળેલ કન્ટેન્ટ અનુસાર એમની ભાગીદારી નક્કી થશે. ઉદાહરણ તરીકે પ્રમુખ દૈનિક અખબાર લા મોડને લગભગ ૯.૫ કરોડ રૂપિયા ને સાપ્તાહિક અખબાર લા વોક્સને ૧૦ લાખ ચૂકવવા માટે આવશે.

વિશેષજ્ઞો અનુસાર, કરારથી ડિજિટલ કોપીરાઈટની ચુકવણી માટે નવા રેસ્ટ ખુલશે. ફ્રાન્સ વિશ્ર્વ મોડલ બની શકે છે. ઓસ્ટ્રેલિયાઈ સરકાર પણ આ પ્રકારના કાયદા બનાવની રાહ પર છે. ગુગલ એનો કડક વિરોધ કરી રહૃાો છે, રોજ ધમકી આપી રહૃાું છે. આવનારા બે-ત્રણ વર્ષોમાં ડઝન નવા યુરોપીય દેશ પણ ફ્રાન્સ જેવા કાયદા બનાવી લેશે. ૨૦૨૦ની ત્રીજી ત્રિમાહીમાં ગુગલના ૩.૩૪ લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો, જેમાં ૨.૭૦ લાખ કરોડ રૂપિયાના વિજ્ઞાપન કમાયા છે. વિશેષજ્ઞો અનુસાર આ લિહાજથી ગુગલ માટે આ રકમ બોજો નથી. પરંતુ વધુ સ્વતંત્ર રૂપમાં શેર કરી તે પોતાનો કારોબાર વધારી શકે છે.