ન્યુ દિલ્હી,
ગૂગલ દ્વારા આયોજિત છઠ્ઠાં ગૂગલ ફોર ઈન્ડિયા ઇવેન્ટ ૨૦૨૦નું પ્રથમ વખત વર્ચુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટની શરૂઆત ગુગલ ઈન્ડિયાના વડા સંજય ગુપ્તાએ કરી હતી. તેમણે કહ્યું કે ગુગલ ભારતમાં એટલું સ્માર્ટ થઈ ગયું છે કે તે ચોવીસ કલાક અગાઉથી હવામાનની સચોટ આગાહી કરી શકે છે. સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે કોરોના વિશે બે અબજથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યું હતું જેનો જવાબ ગુગલે આપ્યો છે.
આ ઇવેન્ટમાં ગુગલના સીઈઓ સુંદૃર પીચાઈએ ભારત માટે મોટી જાહેરાત કરી છે. ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદૃર પિચાઇએ જણાવ્યું હતું કે ગૂગલ ડિજિટલ ઇન્ડિયા માટે આગામી ૫-૧૦ વર્ષમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહૃાં છે. ગુગલનું રોકાણ ઇક્વિટી રોકાણ, ભાગીદૃારી અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ ઉદ્યોગમાં હશે. ગુગલે ઇ-લર્નિંગના વિસ્તરણ માટે સીબીએસઇ સાથે ભાગીદૃારીની પણ ઘોષણા કરી છે.
તેમણે માહિતી આપી કે ઈન્ટરનેટ સાથીનો ઉપયોગ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ડિજિટલ બનાવવા માટે કરવામાં આવી રહૃો છે. પિચાઈએ કહ્યું કે માત્ર બે અઠવાડિયામાં જ ગૂગલ પે દ્વારા પીએમ કેર્સ ફંડમાં ૧૨૦ કરોડ રૂપિયા જમા થયા છે. પિચાઈએ કહ્યું કે ભારતમાં ૨૬ કરોડ નાના અને મધ્યમ ઉદ્યોગો ગૂગલ પર શોધી શકાય છે.
સંદેશાવ્યવહાર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકરે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં એપ્લિકેશન ડેવલપમેન્ટનું બજાર વધુ આગળ વધી રહૃાં છે. તેમણે કહ્યું કે ભારતમાં ઘણી એપ્લિકેશન ડાઉનલોડ થાય છે, પરંતુ હવે એપ્સ અપલોડ કરવાનો સમય છે.