ગુજરાતના ૪ મહાનગરોમાં રાત્રિ કરયૂની મુદત વધુ ૧૫ દિવસ લંબાવાઈ

  • રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી કર્યૂ રહેશે

 

દેશમાં કોરોનાના કેસોમાં બ્લાસ્ટ થતા રાજ્ય સરકારે વધુ એક વખત ચાર મહાનગરોમાં રાત્રિ કરયૂની મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ૨૮ ફેબ્રુઆરીના રોજ રાત્રિ કરયૂની મુદત પૂર્ણ થતી હોવાથી રાજ્ય સરકારે કરયૂને વધુ ૧૫ દિવસ લંબાવવાની જાહેરાત કરી છે. શુક્રવારે રાત્રે સત્તાવાર નિવેદનમાં રાજ્ય સરકારે જણઆવ્યું હતું કે કોરોનાના કેસોમાં વધારો થવાથી ચાર મહાનગરોમાં રાત્રિ કરયૂ વધુ ૧૫ દિવસ લંબાવવામાં આવશે.

રાજ્યમાં હાલ ચાર શહેરોમાં રાત્રિના ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી કરયૂ લાગુ છે. સરકારે દિવાળી પછીથી સતત પાંચમી વખત કરયૂની મુદત વધારી છે. રાજ્ય સરકારે કરયૂની મુદતમાં વધારો કરતા પરિપત્રમાં સમયનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

રાજ્યમાં કોરોનાનો બોમ્બ ફાટતાં ફરી દૈનિક કેસો ૪૦૦ને પાર પહોંચી ગયા હોવાથી સરકારે રસીકરણને વેગ આપવાનો પણ નિર્ણય કર્યો છે.