ગુજરાતની નવી સરકાર સામે વિપક્ષ મજબૂત સાબિત

  • કોરોના મુદ્દે કોંગ્રેસના નારા, હંગામો સાથે વિધાનસભામાંથી વોકઆઉટ

 

વિધાનસભા સત્રના શરૂઆત પૂર્વેજ કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદૃીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પરિસરમાં કોવિડના મૃતક પરિવારને ૪ લાખની સહાયની માંગણી સાથેના બેનરો અને ડોક્ટરના એપ્રન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસના સંભવિત વિરોધને લઈને ચુસ્ત પોલીસ બંદૃોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વિધાનસભા તરફ જતી ગાડીઓનું પણ ચેકીંગ ધરવામાં આવ્યું હતું.આજે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થયું છે ત્યારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા મંત્રીઓનું મંત્રી તરીકેનું આ પહેલું સત્ર છે. વિરોધપક્ષ કોંગ્રેસ મંદૃી, મોઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કોરોના પીડિત લોકોની પિડા અને વેદનાને વાચા અપાવા આક્રમક વ્યુહ અપનાવવાની તૈયારી કરી છે. બીજીતરફ પ્રશ્ર્નોત્તરી દરમિયાન એમડી ડ્રગ્સ મુદ્દે વિપક્ષના આક્રમણ સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝઝૂમ્યાં હતા. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંદરોઅંદર ગુફતેગુ કરવામાં વ્યસ્ત હતા. જેથી નવા નિમાવેલા મંત્રીઓમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો કે, પૂર્વ સીએમ અને નાયબ સીએમએ સાથે આપવાની જગ્યાએ ચુપ બેસી રહૃાા. કોરોના મદ્દે વિધાનસભામાં કોંગ્રેસએ હોબાળો કર્યો હતો. ન્યાય આપો ન્યાય આપો કોરોનાના મૃતકોને ન્યાય આપો ના સૂત્રોચાર કરી કોંગ્રેસે આજે પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં શોક દર્શક ઉલ્લેખો બાદ ગુજરાતના કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના શોક ઠરાવ અંગે કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો.ગુજરાતમાં ૧૪ દિવસ પહેલા બનેલી નવી ભૂપેન્દ્ર પટેલની સરકારની પ્રથમ કસોટી વિધાનસભાના માત્ર બે દિવસના ટૂંકા સત્રમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ નવા નીશાળીયા હોવાથી વિધાનસભાની કાર્યવાહીથી માંડીને વિરોધ પક્ષના આક્રમક પ્રશ્ર્નો અને આક્ષેપોનો સામનો કરવો ઘણો કઢીન બની શકે તેમ હોવાથી પૂર્વ મુખ્યમંત્રી સહિત જુના મંત્રીઓ ભાજપ દ્વારા ખાસ સૂચના આપીને વિધાનસભા સત્રમાં નવી સરકારને કોંગ્રેસ ભીંસમાં ના લઈ શકે તે માટે તેમની સાથે રહેવા માટે કહેવામાં આવ્યું છે. નવા મંત્રીઓ અને ભૂપેન્દ્ર પટેલના સામે પડકારો હોય તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે ગૃહ શરૂ થતાં પહેલાં જ ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના દૃંડકની ઓફિસમાં સીઆર પાટિલના અધ્યક્ષ સ્થાને ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના હલ્લાબોલની મજબૂતાઈથી કેવી રીતે જવાન આપવો તે અંગે સીઆર એ ધારાસભ્યોને શીખવાડ્યું હતું. ગૃહ શરૂ થયા બાદ સીઆર પાટીલે પ્રેક્ષક ગેલેરીમાંથી નવા મંત્રી મંડળની કામગીરી નિહાળી હતી. પાટીલની સાથે ૪ મહામંત્રીઓ પણ હાજર રહૃાા હતા. આજે જ્યારે ડ્રગ્સના લઈને પક્ષમાં પરેશ ધાનાણીએ ઉગ્ર વાત કરી ત્યારે એક સમયે વરિષ્ઠ નેતાઓની કમી ભાજપના નવા મંત્રીઓમાં દેખાવ મળી હતી. વિધાનસભા ગૃહની બહાર લોબીમાં પક્ષ અને વિપક્ષના અનેક કાર્યકરો અને મુલાકાતીઓ આવ્યા હતાં. લોબીમાં પણ લોકોની વધુ અવરજવરના કારણે પોલીસ બંદૃોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ ચેમ્બરની અંદર બેસીને લોકો વિધાનસભામાં ચાલતી પ્રશ્ર્નોતરી સાંભળી હતી.