ગુજરાતની સંવેદનશીલ સરકાર ખેડૂતોની વહારે આવતા અભિનંદન પાઠવતા ભાવના ગોંડલીયા

  • 3700 કરોડની આર્થિક સહાયની પેકેજ જાહેર કરી લાખો ખેડૂતોના હિતમાં નિર્ણય
  • જલ્લો 33 ટકાથી વધારે અસરગ્રસ્ત છે તો તમામ ખેડૂતોને યોજનાનો લાભ મળે તેવી માંગણી

અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કોપથી ખરીદ પાક સદંતર નિષ્ફળ ગયો છે .એવા સમયે મહિલા સહકારી આગેવાન ભાવનાબેન ગોંડલીયા તમામ ખરીફ પાકને અસરગ્રસ્ત ગણી જિલ્લાના તમામ ખેડૂતોને લાભ આપવાની માગણી કરી હતી . તેમજ ખેડૂતોને ઓનલાઇન માં પડતી મુશ્કેલીઓ આ અંગે પણ રજૂઆત કરેલ નથી જે રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર આપવા સંવેદનશીલતા બતાવી છે જેમાં 33 ટકાથી વધુ નુકસાન થયેલ હોય એ વિસ્તારમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર 10,000 રૂપિયાની સહાય જાહેર કરેલ છે તેમજ વધુમાં વધુ બે હેક્ટર સુધી લાભ આપવા ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધેલ છે તે આવકાર્ય છે. 1 ઓક્ટોબરથી ઓનલાઇન અરજી સ્વીકારવાની શરૂ કરાશે તેમજ અરજી પણ વિનામૂલ્યે થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે એવું સરકાર શ્રી દ્વારા જાહેર કરાયું છે.સરકાર શ્રી દ્વારા તમામ રજુઆતોને ધ્યાને લઇ આ નિર્ણય લીધેલ છે .આ તકે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુ , પરશોત્તમભાઈ રૂપાલા , દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તમામ આભાર પ્રગટ કરું છું. તેમજ જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને લાભ મળે એવી અપેક્ષા રાખું છું. આ તકે જિલ્લાના ખેડૂતોને પણ અનુરોધ કરું છું જ્યાં ઓનલાઇન અરજીમાં માર્ગદર્શનની જરૂર પડે તો દીદી ની ડેલી સંસ્થાનો સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.તેમ ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું છે.