ગુજરાતનું નીટનું રિઝલ્ટ ૫૬.૧૮ ટકા જાહેર, રાજકોટના વિદ્યાર્થીએ ૧૦મી રેક્ધ મેળવી

  • ગુજરાતી ભાષામાં પરીક્ષા આપનારની સંખ્યા ત્રીજા નંબરે

    એમબીબીએસ અને બીડીએસ કોર્સ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ૧૩મી સપ્ટેમ્બર અને ૧૪મી ઓક્ટોબરના રોજ લેવાયેલી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ આજે રાત્રે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જાહેર કર્યું હતું. દૃેશમાં ૧૫,૯૭,૪૩૫ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓમાંથી ૧૩,૬૬,૯૪૫એ પરીક્ષા આપતા ૭,૭૧,૫૦૦ વિદ્યાર્થી ક્વોલિફાઈડ જાહેર થયા છે. ગુજરાતમાં ૭૯,૨૨૮ રજિસ્ટર્ડ વિદ્યાર્થીમાંથી ૬૪,૭૯૧એ ટેસ્ટ આપતા ૩૬,૩૯૮ ક્વોલિફાઈડ જાહેર થયા છે. ગત વર્ષે ૪૬.૩૫ ટકા રિઝલ્ટ સામે આ વર્ષે દસ ટકા જેવું રિઝલ્ટ વધતા ૫૬.૧૮ ટકા રિઝલ્ટ આવ્યું છે. એનટીએ ટોપ-૫૦નું લીસ્ટ જાહેર કર્યું તેમાં રાજકોટના માત્રાવાડીયા માનિતે ૭૧૦ માર્ક સાથે ઓલ ઈન્ડિયા ૧૦મી રેક્ધ મેળવી છે. માનિત ગુજરાતનો ટોપર્સ બન્યો છે. જ્યારે અમદાવાદના આંજિક્ય દીપક નાયકે ૭૦૫ માર્ક સાથે ઓલ ઈન્ડિયા ૪૨મી રેક્ધ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. અમદાવાદના જ બીજા વિદ્યાર્થી કર્મા જે.પટેલે ૮૩મી રેક્ધ મેળવી છે. મેલ ટોપર્સ-૨૦માં પણ માત્રાવાડીયા માનિતનો સમાવેશ થયો છે.
    જ્યારે દિવ્યાંગ ફિમેલ ટોપ-૧૦માં ચૌહાણ ક્રિષ્ના ધર્મેન્દ્રસિંહે ૫૮૫ માર્ક સાથે ઓલ ઈન્ડિયા ૨૭,૪૮૭મી રેક્ધ મેળવી છે. રાજ્યમાં એક અંદાજ પ્રમાણે ૫૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ ટોચની રેક્ધ મેળવી હોવાનો અંદાજ છે. હજુ વિદ્યાર્થીઓ રિઝલ્ટ મેળવી રહૃાાં હોય ટોપર્સનો ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. એનટીએની સાઈટ પર ધસારો વધી જતા વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. રાજ્યમાં એમબીબીએસની ૫,૩૦૦ અને બીડીએસની ૧,૧૧૫ સીટ માટે હવે ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જનરલ કેટેગરી માટેનો કટઓફ માર્ક ૧૪૭ નક્કી થયા છે જે ગત વર્ષ કરતા ૧૩ માર્ક વધુ છે. જ્યારે કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૧૧૩ માર્ક નક્કી થયા છે જે ગત વર્ષ ૬ માર્ક વધુ છે. મતલબ આ વર્ષે કોરોના છતાં પણ મેરિટ ઉંચું જશે. આ વર્ષે કોરોનાના કારણે એનટીએ તમામ વસ્તુ વધારી હતી. સેન્ટરની સંખ્યા ગત વર્ષે ૨,૫૪૬ હતી તો આ વર્ષે ૩,૮૬૨ કરી હતી. ગત વર્ષે ૫,૯૭૦ સેન્ટર હતા તો આ વર્ષે ૯,૬૮૦ સેન્ટર કરવા પડયા.
    ગત વર્ષે રૂમની સંખ્યા ૬૪,૦૦૦ હતી તો આ વર્ષે ૧,૩૩,૧૨૦ કરવા પડયા. એનટીએ પાંચ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડયા હતા. બે વિદ્યાર્થી કાનપુરમાં પકડાયા હતા. કુલ પાંચ વિદ્યાર્થીનું રિઝલ્ટ કેન્સલ કર્યું હતું. કોરોનાના કારણે ૨,૩૦,૪૯૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહૃાાં હતા. જે સંખ્યા ગત વર્ષે ૧,૦૮,૬૨૦ હતી. આ વર્ષે માત્ર સ્ટેટની મેડિકલ કોલેજ જ નહીં પરંતુ એઈમ્સ, જીપમેર, વેટરનરી અને આયુષમાં પ્રવેશ માટે પણ નીટનો સ્કોર માન્ય રહેશે. આ વર્ષથી એઈમ્સ સહિતની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે અલગથી કોઈ પ્રવેશ પરીક્ષા લેવાશે નહીં. દૃેશમાં એઈમ્સમાં એમબીબીએસની ૧,૨૦૫ સીટ, જીપમેરમાં ૨૦૦ સીટ, વેટરનરીની ૫૨૫ સીટ અને આયુષની ૫૨,૭૨૦ સીટ છે. નીટ ૧૧ ભાષામાં લેવાઈ હતી. જેમાં ઈંગ્લીશ ભાષામાં સૌથી વધુ ૧૨,૬૩,૨૭૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારબાદ બીજા નંબરે હિદી ભાષામાં ૨,૦૪,૩૯૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્રીજા નંબરે ગુજરાતી ભાષામાં ૫૯,૦૫૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી ૫,૭૩૬ વિદ્યાર્થીઓએ ઈંગ્લીશ ભાષામાં પરીક્ષા આપી હતી.