કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહૃાો છે. અને કોરોનાને કારણે અનેક પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે.
ઓગસ્ટ ૨૦૨૦માં સરકાર દ્વારા ૫૮ IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયક (IPS)ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહૃાા હતા. કોરોનાથી સંક્રમિત થતાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ તેમનું મોત નીપજ્યું હતું.
સૂત્રના જણાવ્યા પ્રમાણે, એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત ૩૧મી માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન ૧૨મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું. કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે.
નોંઘનીય છે કે એમ. કે નાયકને થોડાક મહિના પૂર્વે જ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકે એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી, સાથોસાથ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પીડાતા હતા.