ગુજરાતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસના ૧૬ જુદા જુદા વેરિયન્ટ

અમદાવાદ,
ભારતમાં કોરનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ રહી છે. કોરોના ડબલ મ્યુટન્ટ વાયરસ એસએઆરએસ સીઓવી -૨ બી.૧.૬૧૭ના પણ ૧૬ જુદા જુદા વેરિયન્ટસ ગુજરાતમાં છે. આ માહિતી કોલોબ્રેશન પ્લેટફોર્મ જીઆઇએસએઆઇડી વેબસાઇટ પર જોવા મળે છે.
ભારતના જુદા જુદા ૧૧ રાજ્યોમાં મળી આવેલા કોરોના વેરિયન્ટ અંગેની માહિતી જીઆઇએસએઆઇડી પર ઇન્ડિયન એસઆરએસ સીએઆરસીએસ સીઓવી-૨ ક્ધસોરિટયમ ઓન જીયોનોમિક્સ ટીમના વૈજ્ઞાનિકોએ આપી છે.આ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના ૧૦ નેશનલ લેબોરેટરીના ગ્રુપ છે.
ગુજરાતમાં કોરોનાના યુકે વેરિયન્ટ એસઆરએસ સીએઆરસીએસ સીઓવી-૨ બી.૧૬૧૭ના ૨૫ જેટલા વર્ઝનજોવા મળે છે. યુકેમાં કોરોના અપગ્રેડ વેરિએટ સૈાથી પહેલા ડિસેમ્બર ૨૦૨૦માં ઇગ્લેન્ડમાં જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યે કોરોના નવા વારિએન્ટ ઓળખી શકાય છે. દિલ્હી નેશનલ લેબોરેટરીનેસેમ્પલ આપ્યાં હતાં.
ગુજરાતમાં બે ફેબ્રુઆરી રોજ નવા ડબલ મ્યુટન્ટ વાયરસ મળી આવ્યો હતો.આ નવા મ્યુટન્ટ કોરોના વાયરસ વધુ ઘાતક છે.