ગુજરાતમાં કોરોનાના પગરણ : સુરત,રાજકોટમાં પોઝીટીવ

અમરેલી,ગુજરાતમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે રાજકોટમાં એક અને સુરતમાં એક કેસ નોંધાયા છે સુરતમાં 21 વર્ષની યુવતીનો કોરોના પોઝિટિવ આવ્યો છે લંડનથી પરત આવી હતી આ યુવતી લંડનથી ફ્લાઈટમાં મુંબઈ અને પછી સુરત આવેલી યુવતીના પરિવારજનોને પણ કવોરન્ટાઇનમાં રખાયા છે જયારે રાજકોટના જંગલેશ્વરના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે સાઉદી અરેબિયાથી પરત આવેલા 35 વર્ષના યુવકના પરિવારના 15 લોકોને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે આ યુવકના પરિવારના ત્રણ સભ્યોને પણ કોરોનાની આશંકા છે.
આજે રાજકોટ અને સુરતમાં કોરોના ના બે કેસોની સતાવાર જાહેરાત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલે કરી હતી. તેમણે સુરતમાં 144મી કલમ લાગુ કરી દેવાઇ હોવાનું પણ જણાવ્યું હતુ.