ગુજરાતમાં કોરોના બેકાબુ,ત્રણ-ચાર દિવસનું લૉકડાઉન જરૂરી: હાઇકોર્ટ

 

  • રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ મુદ્દે હાઇકોર્ટની રૂપાણી સરકારને ફટકાર
  • કોરોનાની ચેઈન તોડવી જરૂરી છે, હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી, હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રૂપાણી સરકારને કેટલાક નિદેશ આપ્યા
  • જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના, લોકો પર અંકુશ લાવતા પહેલા સરકાર પોતે શિસ્ત શીખે, કોરોના વિસ્ફોટને અટકાવવા નક્કર પગલા જરૂરી: હાઈકોર્ટ

અમદાવાદ,

હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરયૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહૃાો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું છે. ગુજરાતમાં ૩-૪ દિવસના લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાલની સ્થિતિમાં કરયૂની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે અવલોક્યું છે.

ગુજરાતમાં કોરોનાનું લેવલ ચિંતાજનક રીતે વધી રહૃાું છે. આવામાં ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવે તેવા ભણકારા વાગી રહૃાા હતા. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિદેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિદેશ આપ્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિદેશ કર્યો કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી બની છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરયૂ લાદવા અને વિકેન્ડ કરયૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે. ત્યારે લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.

કોરોનાનો કહેર વધી રહૃાો છે તે બાબતને હાઈકોર્ટે ગંભીરતાથી લીધી છે. રાત્રિ કરયૂનો સમય મર્યાદા વધારવાની વાત પણ હાઈકોર્ટે કરી છે. સાથે જ રાજકીય મેળાવડા, માસ્ક, ચૂંટણીઓ, જાહેર કાર્યક્રમોમાં નિયંત્રણો રાખવા બહુ જ જરૂરી છે. લોકો પણ જાગૃતિ દાખવ્યા વગર બેફામ ફરી રહૃાા હતા. ગુજરાત હાઈકોર્ટે કહૃાું કે, લોકોમાં શિસ્ત લાવતા પહેલા રાજ્ય સરકારે પણ સ્વંય શિસ્ત રાખવાની જરૂર છે. રાજકીય મેળાવડા અને જાહેર કાર્યક્રમો પર સૌથી પહેલા સરકાર અંકુશ મેળવે. મેળાવડા કરતા નેતાઓ સામે પગલા લે. અગાઉ પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી હતી કે, રાજકીય નેતાઓને કન્ટ્રોલમાં રાખો. તો જ લોકો શીખશે. ત્યારે આજે ફરીથી હાઈકોર્ટે આ અવલોકન કર્યું છે. અંકુશ મેળવવા લોકડાઉનનો ઉપાય સૂચવ્યો છે. પણ લોકડાઉન લગાવવું કે નહિ તે નિર્ણય ગુજરાત સરકારનો રહેશે.

તો બીજી તરફ, રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી સરકાર દ્વારા નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી નિવાસ્થાને મળતી હાઈ પાવર કમિટીની બેઠકમાં નામદાર કોર્ટના ચુકાદા અંગે નિર્ણય કરાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે કોરોનાના ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસોનો આંકડો ત્રણ હજારની સપાટીને પણ પાર કરી ગયો હતો. ગયા વર્ષે લોકડાઉન અને ત્યારબાદના સમયગાળામાં પણ ગુજરાતમાં એક જ દિવસમાં આટલા કેસ ક્યારેય નહોતા નોંધાયા. રાજ્યમાં કેસોમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે પોલીસે માસ્કના નિયમનો પણ ખૂબ જ કડકાઈથી અમલ શરુ કર્યો છે, અને રોજના હજારો લોકોને દૃંડ ફટકારાઈ રહૃાો છે.

કોરોનાનો કહેર વધતા ગુજરાત રાજ્યના આઠ મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ૫૦૦-૫૦૦ બેડના આઠ કોવિડ સેન્ટર ચાલુ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.

  • ૧૦થી ૧૪ એપ્રિલ સુધી ગુજરાત હાઇકોર્ટ રહેશે બંધ

હાઇકોર્ટ ૧૦ એપ્રીલથી ૧૪ એપ્રીલ સુધી બંધ રહેશે. સમગ્ર હાઇકોર્ટમાં સાફસફાઇ અને સેનિટાઇઝેાશનની કામગીરીના કારણે બંધ રહેશે. તેનો નિર્ણય ખુદ ચિફ જસ્ટિસ દ્વારા લેવામાં આવ્યો હતો. હાઇકોર્ટ પાંચ દિવસ સુધી બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦ અને ૧૧ તારીખે શનિ રવિ હોવાના કારણે હાઇકોર્ટ બંધ જ રહેતી હોય છે. તો બીજી તરફ ૧૩ અને ૧૪ તારીખે ચેટિચંદૃ અને આંબેડકર જયંતી હોવાનાં કારણે હાઇકોર્ટ બંધ રહેતી હોય છે. તેવામાં એક દિવસ વધારે લંબાવીને ચિફ જસ્ટિસ દ્વારા પાંચ દિવસનાં સેનિટાઇઝેશન અને સફાઇ કામગીરી માટે રજાની જાહેરાત કરી દેવામાં આવી છે.