ગુજરાતમાં ફરી વરસાદ આવી શકે છે હવામાન વિભાગની આગાહી

રાજ્યવાસીઓને આજથી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે. અનેક વિસ્તારોમાં ૨થી ૪ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. આ સાથે જ્યોતિષોએ પણ અનુમાન લગાવ્યું છે કે, રાજ્યમાં ૨૧થી ૨૨ તારીખના રોજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યના અમુક વિસ્તારમાં માવઠુ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ૧૮, ૧૯ અને ૨૦,૨૧ જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી છે.રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ વરસાદ પડશે. તથા ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદથી પાક ખરાબ થવાની શક્તાઓ છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે. તથા બે દિવસ બાદ ઠંડીથી પણ રાહત મળશે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે દિવસ દરમિયાન પણ ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં ૯ જાન્યુઆરીથી આજદિન સુધી મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેના લીધે ગાત્રો થિજવી દૃેતી ઠંડીનો અહેસાસ થઇ રહૃાો છે, ત્યારે આગામી ૧૮થી ૨૨ જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સ્થિતિને કારણે રાજ્યના તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો વધારો થતા ઠંડીથી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિના દરમિયાન વિવિધ સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં સંખ્યાબંધ વખત પલટો આવ્યો છે જેના કારણે કમોસમી વરસાદ પણ થયો છે. ત્યારે વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.