અમરેલી, મતદાનની ટકાવારીનું પોસ્ટ મોર્ટમ કરતા તર્જજ્ઞ ડૉ. ભરતભાઇ કાનાબારે એક સચોટ તારણ કાઢયું છે તેમણે જણાવેલ કે, ગુજરાતમાં મતદાનની ટકાવારીમાં રાજકારણનું રસિયું અમરેલી અગ્રેસર રહયું છે કારણ કે આખા ગુજરાતમાં આઠ ટકા મતદાન ઓછુ થયું છે પણ અમરેલીમાં માત્ર ચાર ટકા જ ઓછુ થયું તેની પાછળ મતદાનનો સમય એક કલાક ઘટાડાયો તે પણ એક કારણ હોય શકે છે અને અગાઉ એક બુથમાં એકાદ હજાર મતદારો રહેતા હતા હવે તે આંકડો 1300 સુધી પહોંચી ગયો છે નવ કલાકમાં એટલે કે 540 મીનીટમાં તેરસો નહી પણ તેમાના એકાદ હજાર મતદાર મતદાન કરવા જાય તો એક મીનીટમાં બે મત પડવા જોઇએ તે કેવી રીતે શકય છે ?