ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તું, પ્રતિ લિટરે ૧૦ રૂપિયાનો તફાવત

ગુજરાતમાં હાલ ભડકે બળેલા પેટ્રોલ ડીઝલના ભાવોને લઈ પ્રજા પરેસાન છે, પરંતુ અંબાજી નજીક માત્ર ૧૨થી ૧૫ કિલોમીટર દૂર પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ મામલે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તું છે અને એક-બે રુપિયા નહીં પણ પ્રતિ લિટરે ૧૦ રૂપિયાનો તફાવત જોવા મળી રહૃાો છે, જ્યારે પાડોશી ગુજરાત રાજ્યમાં આટલો મોટો તફાવત જોઈને પંપ સંચાલકો હેરાન છે અને પેટ્રોલ-ડીઝલને ય્જી્ના દૃાયરામાં લાવવા માગ કરી રહૃાા છે. જેથી વન નેશન વન ટેક્ષની જેમ દેશભરના તમામ રાજ્યોમાં એક સરખો ભાવ રહે તેવું ઈચ્છી રહૃાા છે.

રાજસ્થાન કરતાં ગુજરાતના પેટ્રોલ ઉપર વિપરીત અસર જોવા મળી રહી છે. ગુજરાત જ નહીં રાજસ્થાન પાર્સિગના અનેક વાહનોની કતારો અંબાજી પેટ્રોલપંપ ઉપર જોવા મળી રહી છે. ગુજરાતમાંથી રાજસ્થાન જતા વાહનચાલકો અંબાજીથી જ પેટ્રોલ-ડીઝલ ભરાવી રાજસ્થાન તરફ જઈ રહૃાા છે, તો રાજસ્થાનના અનેક વાહનચાલકો અંબાજીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવી રહૃાા છે.

રાજસ્થાન કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઓછા અને સસ્તા હોવા છતાં રાજસ્થાનમાં ગ્રાહકોને આકર્ષવા ’ગુજરાત સે સસ્તા પેટ્રોલ-ડીઝલ’ના મોટા હોર્ડીંગ લગાવેલા જોવા મળી રહૃાાં છે. કેન્દ્ર સરકાર દેશભરમાં સમાંતર ટેક્ષ માટે ય્જી્ લાગું કર્યુ છે. તેમ હવે પેટ્રોલ-ડીઝલ ઉપર પણ ય્જી્ લાગુ કરવા માગ કરાઈ રહી છે અને જો પેટ્રોલ-ડીઝલ ઉપર ય્જી્ લાગૂ કરવામાં આવે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સમાંતરતા જળવાઈ રહે તેમ છે.